વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા નડીઆદ ખાતે બાબા આંબેડકર ભવનમાં કેન્દ્રીય સહ સંગઠન મંત્રી વિનાયકરાવ દેશપાંડેની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાઇ. સામાજિક સમરસતા ગોષ્ઠિ. સૌથી પહેલા વિનાયક રાવજી દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. આ ગોષ્ઠિમાં મુખ્ય વક્તા સ્વરૂપે કેન્દ્રીય સહ સંગઠન મંત્રી વિનાયકરાવજી દેશપાંડે હતા. ઉપરાંત હિન્દુ ધર્મના લગભગ દરેક સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય બાબત એ રહી કે આ કાર્યક્રમમાં મહિલાઓની ઉપસ્થિતિ પણ ઘણી મોટી રહેવા પામી હતી. વિશ્વ હિન્દુ પરિષદ સમરસતા વિભાગ દ્વારા સામાજિક સમરસતા વિષય પર આવો કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મમાંથી ઊંચનીચ જ્ઞાતિ જાતિ , અસ્પૃશ્યતા ના ભેદભાવો દૂર કરવા અને દરેક સમાજને એક કરવાનો હતો. વિનાયક રાવજી દ્વારા કેટલાય ઐતિહાસિક પુરાવા સાથે કહ્યું કે હિન્દુ ધર્મમાં ક્યારેય ઊંચનીચ હતી જ નહિ પરંતુ સમાજને તોડવાની આ કુરિતીઓ મુગલ કાળથી પ્રવેશી હતી. હિન્દુ ધર્મમાં કોઈ જાતિ નીચી નથી અને બધી જ જાતિઓ સમાન છે તેવો ભાવ જાગૃત કરવા વિનાયકરાવજીનું મુખ્ય વક્તવ્ય રહ્યું. આ કાર્યક્રમમાં વિષેશ રૂપે રોહિત સમાજ, વણકર સમાજ, વાલ્મીકિ સમાજ, રવિદાસ સમાજ એમ દરેક સમાજના વ્યકિતઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ બાદ વિનાયક રાવજી દેશમુખ વાલ્મિકી સમાજના ઘરે ગયા અને તેમની સાથે બેસીને સમરસતા સહભોજ નો આનંદ લીધો હતો. સંઘર્ષ નહીં સંવાદ દ્વારા હિન્દુ સમાજ ની એકતા સમરસતા માટે હિન્દુ સમાજ ના બધાંજ લોકો ભેગા મળીને સહિયારો પ્રયાસ કરે એવું આહવાન કર્યુ હતું. કાર્યક્રમ ના અંતે પધારેલા બધાંજ વિવિધ સમાજના અગ્રણીઓ એ સમરસતા સહભોજ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.