પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ જિલ્લામાં મિલ્કત સંબંધી ગુના બનતા અટકવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ સ્ટાફ ની ટીમ બનાવી નડીયાદ ટાઉન પો.સ્ટે. પેટ્રોલીંગમાં ફરતા હતા.
દરમ્યાન આ. પો.કો જયેશકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે, બે ઇસમો નડીયાદ એક્સપેક્ષ હાઇવે હેલીપેડની પાસેના ઝાડીઝાંખરામાં શંકાસ્પદ હાલતમાં સંતાઇ રહેલ જે માહિતી આધારે તપાસ કરતા (૧) કાળુભાઇ ઉર્ફે ટીનો ઉમરભાઇ ખરાઇ ( ડફેર ) ઉ.વ. ૩૮ મૂળ રહે. બાજરડા, તળાવની પાસે તા. ધંધુકા જી. અમદાવાદ હાલ રહે. મીઠાપુર તા. બાવળા જી. અમદાવાદ (૨) અહેમદ ઉર્ફે ટોડો શકુર મોરી ( ડફેર ) ઉ.વ. ૩૫ મૂળ રહે. સિયાણી તા. લીંબડી જી. સુરેન્દ્રનગર હાલ રહે. મીઠાપુર તા. બાવળા જી. અમદાવાદ નાઓને પકડી લીધેલ. સદરી ઇસમોની અંગ ઝડતીમાંથી બે નંગ છરા કિ.રૂ. ૨૦૦/- તથા ત્રણ મોબાઇલ ફોન કી.રૂ. ૧૦,૫૦૦/- તથા રોકડા રૂ. ૨૬૫૦/- તથા એક હાથ બેટરી કિ.રૂ. ૧૦૦/- તથા કપડા તથા એક ગિલોલ કિ.રૂ. ૦૦/- ની ગણી લઇ કુલ્લે કિ.રૂ. ૧૩,૪૫૦/- નો મુદ્દામાલ બી.એન.એસ.એસ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબ્જે કરી બન્ને ઇસમોની મોબાઇલ ફોનો તથા રોકડ રૂપીયા તથા છરા (હથીયાર) બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર મોબાઇલ ફોનો તેઓએ વડોદરા-અમદાવાદ એક્સપ્રેક્ષ હાઇવે ઉપર રાત્રીના સમય દરમ્યાન હાઇવે ઉપર ઉભા રહેલ વાહનોના ડ્રાઇવરોને પકડી લઇ છરી બતાવી કઢાવી લીધેલાનો એકરાર કરતા સદરી બન્ને ઇસમોની બી.એન.એસ.એસ ૩૫(૧)ઇ મુજબ તા.૧૦/૦૭/૨૦૨૪ કલાક ૨૧/૦૦ વાગ્યે અટક કરી આગળની વધુ તપાસ અર્થે નડીયાદ ટાઉન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.