શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સહિત સાળંગપુર, ધોલેરા, ગઢપુર, જૂનાગઢ સહિત ૩૫૦૦થી વધુ નાના-મોટા મંદીરો તથા ગુરૂકુળોમાં શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠાની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જયારે સ્વામિનારાયણ સંપ્રદાયના ૫૦થી વધુ સંતો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
આ પ્રસંગે ખેડા-આણંદ જિલ્લાના ૪૦ થી વધુ કારસેવકોનું આરએએસ અને વીએચપીના શ્રેષ્ઠીઓનું આચાર્ય મહારાજે શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતુ. આ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા સંતોએ પુષ્પ પાંદડીઓથી અભિષેક કરીને વધાવ્યા હતા.
આ પ્રસંગે પૂ. આચાર્ય મહારાજે જણાવ્યું હતુ કે, સદીઓના સંઘર્ષ પછી આજે શ્રી રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા તે આપણાં માટે સુવર્ણ અવસર છે. આ ભગીરથ કાર્યમાં ભારતના યશસ્વી વડાપ્રધાન, ઉતરપ્રદેશના મુખ્યમંત્રી, રાજયપાલ, વિહિપ, સંઘ, સંતો, મહંતો અને સુપ્રિમ કોર્ટ વગેરેના યોગદાનને બિરદાવી સત્યનો હમેંશા વિજય થાય છે.