ઉમરેઠ તાલુકા કક્ષાના યોજાયેલ ખેલ મહાકુંભ શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમત સ્પર્ધામાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરેલ છે. આમાં દિવ્યરાજ ચાવડા ચક્ર ફેકમાં પ્રથમ નંબર, દિવ્યરાજ ચાવડા ગોળા ફેંકમાં બીજો નંબર, યુવરાજસિંહ મહિડા ચેસમાં બીજો નંબર અને યુવરાજસિંહ મહીડા ૧૫૦૦ મીટર દોડમાં ત્રીજો નંબર, કુલદીપસિંહ મહિડા ૮૦૦ મીટર દોડમાં ત્રીજો નંબર, વિવેક મકવાણા ૪૦૦ મીટર દોડમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. ક્રિષ્ના પાટણવાડીયા લાંબી કુદમાં ત્રીજો કરેલ છે. ખેલ મહાકુંભમાં નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના પ્રધાન આચાર્ય તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી. આગળ આવું જ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પણ શાળાના શિક્ષકગણ તથા ટ્રસ્ટીગણ તરફથી પાઠવવાંમાં આવી છે.