જે લોકો પેટની સમસ્યાથી પીડાય છે તેમના માટે કેળા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોબાયોટીક્સ હોય છે, જે પેટના સ્વાસ્થ્યને સુધારે છે. જો તમે દરરોજ એક કેળું ખાઓ છો તો તે તમારા આંતરડાના સ્વાસ્થ્યમાં સુધાર લાવે છે.
હાઈ બ્લડ પ્રેશરવાળા લોકોએ પણ રોજ કેળા ખાવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે કેળામાં ખુબ પોટેશિયમ હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદરૂપ થાય છે.
કેળા ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. કેળામાં પોટેશિયમ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી ખનિજ માનવામાં આવે છે. એક મહિના સુધી દરરોજ કેળા ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.
તમને સતત ગેસ અને અપચાની સમસ્યા રહેતી હોય તો કેળા ખાવાનું શરૂ કરવું જોઈએ. કેળાથી પેટમાં ઉત્પન્ન થતા એસિડ નિષ્ક્રિય થાય છે અને એસિડિટીને કારણે છાતીમાં થતી બળતરાને ઘટે છે.
પોષક તત્વોની ઉણપને લીધે શરીર થાક અનુભવવા લાગે છે. અ સ્થિતિમાં તમારે દરરોજ એક કેળું ખાવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે કેળામાં કાર્બોહાઇડ્રેટ હોય છે જે શરીરને શક્તિ આપવાનું કામ કરે છે. તેમાં વિટામિન બી પણ હોય છે, જે શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સને શોષવામાં મદદરૂપ થાય છે.
કેળામાં વિટામિન B6 હોય છે. વિટામિન B6 લાલ રક્તકણો બનાવે છે. આ સિવાય તે કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીને મેટાબોલાઇજ કરે છે અને તેને ઊર્જામાં ફેરવે છે. આ સિવાય તે લીવર અને કિડનીમાંથી ખરાબ રસાયણોને દૂર કરે છે. તથા નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
કેળામાં મેંગેનીઝ પણ હોય છે, જે ત્વચાના કોષોને નુકસાન થતા બચાવે છે. તેનું વિટામિન સી પણ ત્વચાને ચમકદાર અને હેલ્થી બનાવે છે.
કેળાને તમે સવારના નાસ્તામાં ખાઈ શકો છો, તમે કેળા રમતા પહેલા પણ ખાઈ શકો છો, કારણ કે તે તરત જ એનર્જી આપે છે. પરંતુ તેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ.
કેળા માત્ર તમારા શરીરને જ નહીં પરંતુ મગજને પણ ફિટ રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં સામેલ વિટામિન સી, સેરોટોનિનને રિલીજ કરવામાં મદદરૂપ થાય છે.