ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 1193 પોઈન્ટના ઉછાળા સાથે 74,330.91 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 1.29 ટકાના વધારા સાથે 22,446.75 પર ખુલ્યો. આજે મંગળવારે બજારમાં આવેલા ઉછાળાથી રોકાણકારોને રાહત મળી છે. શેરબજારમાં આ વધારો એશિયન બજારોમાં થયેલા વધારાને કારણે થયો છે.
એશિયન બજારોથી મળી રાહત
મંગળવારે જાપાન અને ઓસ્ટ્રેલિયાના શેરબજારોમાં સારી રિકવરી જોવા મળી. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ લગભગ 6% વધ્યો જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ પણ 6% થી વધુ વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ લગભગ 2% વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. આજે બજારે ચોક્કસપણે રિકવરી કરી છે, પરંતુ વૈશ્વિક સેન્ટિમેન્ટ હજુ પણ નબળું છે. અમેરિકા અને ચીન વચ્ચે પારસ્પરિક ટેરિફ, એટલે કે એકબીજા પર લાદવામાં આવેલા કાઉન્ટર ટેરિફથી વેપાર યુદ્ધનો ભય વધી ગયો છે. જો પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે નહીં, તો બજારમાં ફરીથી ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
સોમવારનું બજાર
ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે સોમવારે શેરબજારને કોવિડ પછી સૌથી મોટું નુકસાન થયું છે. બીએસઈ પર સેન્સેક્સ 2226 પોઈન્ટ ઘટીને 73,137.90 પર બંધ થયો. જયારે NSE પર નિફ્ટી 2.91 ટકાના ઘટાડા સાથે 22,238.25 પર બંધ થયો. ટ્રેડિંગ સેશન દરમિયાન, નિફ્ટીમાં સૌથી વધુ નુકસાન ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સના શેરને થયું. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 4 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 4.5 ટકા ઘટ્યો. ટેલિકોમ, મીડિયા, રિયલ્ટી, ઓટો, આઇટી અને મેટલમાં 4 ટકાનો ઘટાડો થતાં તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા.