9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર આખરે પૃથ્વી પર સલામત રીતે પરત ફર્યા છે. ભારતીય સમય મુજબ બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 માર્ચ, 2025) 3.30 વાગ્યે ફ્લોરિડાના દરિયા કિનારાની નજીક સુરક્ષિત રીતે ઉતર્યા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)થી રવાના થયા બાદ અવકાશયાત્રીઓ 17 કલાકની મુસાફરી પછી પૃથ્વી પર પાછા ફર્યા છે.
અવકાશ યાત્રીઓ જ્યારે લાંબા ગાળાના મિશન પછી પૃથ્વી પર પરત ફરે છે, ત્યારે તેમના શરીર પર ગંભીર પ્રભાવ પડે છે. માયક્રોગ્રાવિટી (અભાવ્ય આકર્ષણ)ની અસરના કારણે હાડકાંની ઘનતા ઓછી થવી, મસલ્સનો ક્ષય થવો અને વેસ્ટિબ્યુલર સિસ્ટમ (સંતુલન જાળવનારી શારીરિક વ્યવસ્થા) પર અસર થવી સામાન્ય બાબત છે.
What a sight! The parachutes on @SpaceX's Dragon spacecraft have deployed; #Crew9 will shortly splash down off the coast of Florida near Tallahassee. pic.twitter.com/UcQBVR7q03
— NASA (@NASA) March 18, 2025
સુનિતા વિલિયમ્સ અને ક્રૂ-9ના અન્ય સભ્યો માટે પણ આ પરતફેર એક મહત્વપૂર્ણ તબક્કો છે. સ્પ્લેશડાઉન પછી, તેઓ મેડિકલ પરીક્ષણો અને પુનઃપ્રશિક્ષણ પ્રક્રિયામાંથી પસાર થાય છે જેથી પૃથ્વી પરની ગુરુત્વાકર્ષણ શરતોમાં ફરીથી એડજસ્ટ થઈ શકે.
નાસાએ સ્પેસ એક્સનો આભાર માન્યો:
મિશનની સફળતા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં, નાસાએ આ લાંબા મિશન દરમિયાન આવેલા પડકારો પર પ્રકાશ પાડ્યો અને સ્પેસએક્સના યોગદાન બદલ આભાર માન્યો. નાસાના અધિકારીઓએ જણાવ્યું કે, ડ્રેગન ક્રૂ કેપ્સ્યુલની વિશ્વસનીયતા અને ટીમના સમર્પણે આ મિશનને સફળ બનાવ્યું
સુનિતા વિલિયમ્સે સુરક્ષિત પરત ફર્યા બાદ હાથ હલાવીને ખુશી વ્યક્ત કરી અને મિશન દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા. નાસાએ એમ પણ કહ્યું કે આ મિશનમાંથી મેળવેલા અનુભવોમાંથી શીખ લઇને ભવિષ્યની અવકાશ યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરવામાં આવશે.
આઠ દિવસનો પ્રવાસ 9 મહિના લંબાયો:
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ગયા વર્ષે 5 જૂન, 2024 ના રોજ બોઇંગ સ્ટારલાઇનર ક્રૂ કેપ્સ્યુલ મારફતે ISS પહોંચ્યા હતાં. તેમનું મિશન ફક્ત એક અઠવાડિયા માટેનું હતું, પરંતુ ટેકનિકલ ખામીને કારણે, નાસાએ સ્ટારલાઇનરને છોડવું પડ્યું અને અવકાશયાત્રીઓ નવ મહિના સુધી અવકાશમાં ફસાયેલા રહ્યાં.