Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 30°C

સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો

સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો

સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા કાળુ ચતુરભાઈ વઘાસિયા સામે પરિણીત મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચ્યો છે.

ફરિયાદ મુજબ, પીડિતા અને કાળુ વઘાસિયા વચ્ચે ડિસેમ્બર 2024માં સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીતથી શરૂ થયેલો સંબંધ ધીમે-ધીમે નજીક આવ્યો હતો. આરોપ છે કે વઘાસિયાએ પોતાની રાજકીય ઓળખ અને પ્રભાવનો ઉપયોગ કરીને મહિલાને વિશ્વાસમાં લીધી અને ત્યારબાદ વ્યક્તિગત સંબંધો વિકસાવ્યા.

પીડિતાએ આરોપ મૂક્યો છે કે વઘાસિયાએ પોતાના વૈવાહિક જીવન અંગે ખોટી માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે તેની પત્ની સાથે સંબંધ સારા નથી અને ટૂંક સમયમાં છૂટાછેડા લઈને તે મહિલાની સાથે લગ્ન કરશે. આ વચનોના આધારે મહિલાએ વિશ્વાસ કર્યો, પરંતુ આ વિશ્વાસનો દુરુપયોગ કરીને લાંબા સમય સુધી શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી મહિલાને તેના નિવાસસ્થાને તેમજ સુરતની વિવિધ હોટેલોમાં લઈ જતો હતો અને લગ્નના બહાને તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધતો હતો। જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે વઘાસિયાએ ઇનકાર કર્યો અને સંબંધ તોડવાનો પ્રયાસ કર્યો.

મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ન્યાય માટે આગળ વધતા તેને અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી દરમિયાન આરોપીએ તુષાર ઘેલાણી કેસનો ઉલ્લેખ કરીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ મામલે લસકાણા વિસ્તારમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આરોપી વિરુદ્ધ દુષ્કર્મ તથા ધમકી સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. FIR નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે તેની ધરપકડ માટે શોધખોળ શરૂ કરી છે.

તુષાર ઘેલાણી કેસનો સંદર્ભ:

તુષાર ઘેલાણી, સુરતના જાણીતા બિલ્ડર, 1 ફેબ્રુઆરી 2026ના રોજ આત્મહત્યા કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે તેમની મહિલા મિત્ર દ્વારા સતત બ્લેકમેઈલિંગ અને આર્થિક છેતરપિંડી થતી હતી. આ કેસમાં કરોડો રૂપિયાની ઉઘરાણી અને માનસિક દબાણ જેવા ગંભીર મુદ્દાઓ સામે આવ્યા હતા, જેના કારણે આ ઘટના પણ ચર્ચામાં રહી હતી.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Surat Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.