click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુરત વિવાદ : ગોપાલ ઈટાલિયા સામે રાજુ કરપડાના ગંભીર આરોપો, વાયરલ ઓડિયો પર રાજકીય ઘમાસાણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુરત વિવાદ : ગોપાલ ઈટાલિયા સામે રાજુ કરપડાના ગંભીર આરોપો, વાયરલ ઓડિયો પર રાજકીય ઘમાસાણ
GujaratSurat

સુરત વિવાદ : ગોપાલ ઈટાલિયા સામે રાજુ કરપડાના ગંભીર આરોપો, વાયરલ ઓડિયો પર રાજકીય ઘમાસાણ

7 એપ્રિલના રોજ સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના નિવાસસ્થાને મહેસાણાના 2020ના એક જૂના કેસ સંદર્ભે પોલીસ વૉરન્ટની બજવણી કરવા પહોંચી હતી. આ ઘટના બાદ ઇટાલિયાએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેમની ગેરહાજરીમાં તેમના માતાને અપમાનિત કર્યાં છે. આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર ‘ગોપાલ’ અને ‘જીતુ’ નામની વ્યક્તિઓ વચ્ચેની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ અંગે હવે AAP છોડી ચૂકેલા રાજુ કરપડાનું નિવેદન સામે આવ્યું છે.

Last updated: 2026/04/09 at 12:02 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE
Highlights
  • સુરતમાં ગોપાલ ઇટાલિયાના ઘરે પોલીસ વૉરન્ટ માટે પહોંચી
  • ઇટાલિયાનો આરોપ : માતાને અપમાનિત કરવામાં આવ્યા
  • વાયરલ ઓડિયો ક્લિપને ઇટાલિયાએ AI-જનરેટેડ ગણાવી
  • રાજુ કરપડાના ગંભીર આરોપો, સહાનુભૂતિ રાજકારણનો દાવો
  • ‘કટ્ટર ઈમાનદાર’ નેતાઓની આવક પર ઉઠાવ્યા પ્રશ્નો
  • ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પણ રાજકીય હેરાનગતિના આરોપ

સુરત માં 7 એપ્રિલે બનેલી ઘટનાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના નિવાસસ્થાને મહેસાણાના 2020ના જૂના કેસ સંદર્ભે પોલીસ વૉરન્ટની બજવણી કરવા પહોંચી હતી. આ ઘટનાને લઈને ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે તેમની ગેરહાજરીમાં પોલીસ દ્વારા તેમના પરિવાર, ખાસ કરીને માતા સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું.

Contents
‘પાપ છાપરે ચઢીને પણ પોકારે’‘કટ્ટર ઈમાનદાર’ નેતાઓ હિસાબ આપે…

આ ઘટનાક્રમ બાદ સોશિયલ મીડિયા પર ‘ગોપાલ’ અને ‘જીતુ’ વચ્ચેની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેના કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ગોપાલ ઇટાલિયાએ આ ઓડિયો ક્લિપને સંપૂર્ણપણે AI દ્વારા બનાવેલી નકલી ગણાવીને ફગાવી દીધી હતી અને સમગ્ર મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર રાજકીય હેરાનગતિનો આરોપ મૂક્યો હતો.

‘પાપ છાપરે ચઢીને પણ પોકારે’

આ વચ્ચે હવે આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા પૂર્વ નેતા રાજુ કરપડાએ એક વિડીયો શેર કરીને ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે ગુજરાતીની કહેવત “પાપ છાપરે ચઢીને પણ પોકારે” નો ઉલ્લેખ કરતા કહ્યું કે પોલીસ પહોંચ્યા બાદ ઇટાલિયાએ ફેસબુક લાઈવ કરીને પરિવારના નામે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

કરપડાએ દાવો કર્યો કે થોડા જ સમયમાં એક ઓડિયો સામે આવ્યો જેમાં ‘જીતુભાઈ’ નામના વ્યક્તિ સાથેની વાતચીતમાં ધારાસભ્ય પોલીસ કાર્યવાહી અંગે અગાઉથી સ્ટ્રેટેજી બનાવતા હોય તેવો સંકેત મળે છે. તેમણે કટાક્ષ કર્યો કે જે લોકો AIનો દુરુપયોગ કરે છે, તે જ લોકો હવે આ ઓડિયોને AI જનરેટેડ ગણાવી રહ્યા છે.

આગળ તેમણે આક્ષેપ કર્યો કે જાહેર જીવનમાં રહેલા લોકો દ્વારા અસંસ્કારી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી. તેમણે રાજકીય રીતે લડવા માટે પારદર્શકતા અને ખુલ્લા મંચ પર ચર્ચાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો.

https://gujarat.oneindianews.com/wp-content/uploads/TWMate.com-17d1f09257a8017fa1bcff963eb2c3ff.mp4

‘કટ્ટર ઈમાનદાર’ નેતાઓ હિસાબ આપે…

તેમણે આરોપ લગાવ્યો કે જેની પાસે 5 વર્ષ પહેલાં કંઈ જ નહોતું એવા ‘કટ્ટર ઈમાનદાર’ નેતાઓ આજે 50 લાખની ગાડીઓ લઈને આવે છે, 25,000ના બુટ પહેરે છે, 10,000ના કપડાં પહેરે છે, 5-5 લાખની ઘડિયાળો પહેરીને ગાડીઓમાંથી ઉતરે છે.

તેમણે પ્રશ્ન કર્યો કે, “આ આવક ક્યાંથી આવી તે ‘કટ્ટર ઈમાનદાર’ લોકોએ ગુજરાતની જનતાને કહેવું જોઈએ.” વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે જ્યાં સભાઓ હોય છે ત્યાં કરોડોનો ખર્ચ કરી, લાખો રૂપિયાનાં બેનર, પોસ્ટર, હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે, આ તો ગરીબ પાર્ટી છે તો એટલા રૂપિયા ક્યાંથી આવે છે એની પણ ચોખવટ કરવી જોઈએ.

તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ આવા લોકોને ઓળખવાની જરૂર છે જે રાજકીય રોટલા શેકવા, સહાનુભૂતિ મેળવવા પરિવારનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે આવા લોકો અત્યારે 2 વાત સારી બોલશે, લોકોને ઉશ્કેરવાનું કામ કરશે, પણ વાસ્તવમાં તેમની લડાઈથી કયા લોકોને ફાયદો થયો છે તે વિચારવા જેવી વાત છે.

કરપડાએ અંતે કહ્યું કે જો વાયરલ ઓડિયો ખરેખર AI દ્વારા બનાવેલો હોય તો કાનૂની કાર્યવાહી કરીને સત્ય જાહેર કરવું જોઈએ અને ‘જીતુભાઈ’ કોણ છે તે પણ સ્પષ્ટ કરવું જોઈએ.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

TAGGED: @india, AAP Gujarat, AAP ગુજરાત, AI Audio Controversy, Breaking news, CM Gujarat, Gopal Italia, Gopal Italia News, gujarat, Gujarat politics, gujarati news, HARSH SANGHAVI, Harsh Sanghavi news, latest news, newschannelinindia, oneindianewscom, Political controversy, Politics, Raju Karpada, Raju Karpada Statement, Surat controversy, surat news, Surat Political Controversy, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Viral Audio Clip, આપ ગુજરાત, એઆઈ ઓડિયો વિવાદ, ગુજરાતનું રાજકારણ, ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા સમાચાર, ભારત, રાજકીય વિવાદ, રાજુ કરપડા, રાજુ કરપડાનું નિવેદન, વાયરલ ઓડિયો ક્લિપ, સુરત રાજકીય વિવાદ, સુરત સમાચાર, હર્ષ સંઘવી, હર્ષ સંઘવી સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, નરેન્દ્ર મોદી ની ખાસ અપીલ
Next Article તાપી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના ગુજરાત વિરોધી નિવેદન સામે ‘મૌન ધરણા’ કાર્યક્રમ યોજાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026
સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?