ગુજરાતભરમા ચાંદીપૂરા વાઇરસનો કહેર વર્તાવ્યો છે ત્યારે ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પ્રવેશ કર્યો હોય તેવી શંકા વર્તાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં ચાંદીપુરના શંકાસ્પદ 5 કેસ સામે આવ્યા છે. તેમાં 5 માંથી 1નું મોત થયુ છે. તેમજ 3 સારવાર હેઠળ છે તથા 1 સ્વસ્થ છે. ગળતેશ્વર, મહુધા, મહેમદાવાદમાં કેસ નોંધાયા છે. તેમજ ભાવસીપુરામાં 17 ઘરો, 69 લોકોના સેમ્પલ લેવાયા છે. તથા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો છે.