મીઠા લીમડાનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. તેને કરીપત્તા, સેકડીપત્તા અને મીઠો લીમડો વગેરે નામથી ઓળખવામાં આવે છે. ભારતીય રસોઈમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. કેમ કે તેની ખાસ સુગંધ અને તીખાશના કારણે તે ભોજનનો સ્વાદ વધારી દે છે. મીઠો લીમડો કેટલાય ઔષધિય ગુણ ધરાવે છે. તેમાં શક્તિશાળી એન્ટીઑક્સિડન્ટનો ગુણ જોવા મળે છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રોજ સવારે ઉઠીને તેનું પાણી પીવાથી અઢળક ફાયદા થાય છે.
આપણે દાળમાં તડકો લગાવવા માટે અથવા તેની ચટણી બનાવીને દરરોજ મીઠા લીમડાનો ઉપયોગ કરીએ છીએ. જો કે, રોજ સવારે મીઠા લીમડાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ મીઠા લીમડાનું પાણી પીવાથી શું ફાયદા થાય છે.
સવારે વહેલા ઊઠીને મીઠા લીમડાનું પાણી પીવું પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને કબજિયાત વગેરે જેવી સમસ્યા હોય તેમણે દરરોજ સવારે મીઠા લીમડાનું પાણી પીવું જોઈએ. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને અપચો અને કબજિયાતથી રાહત આપે છે.
હૃદયની તંદુરસ્તી સુધારવામાં મદદરૂપ
મીઠા લીમડાનું પાણી પીવાથી હૃદયની તંદુરસ્તી સુધારવામાં મદદ મળે છે. મીઠા લીમડાનું પાણી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને તેનાથી સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે.
ત્વચા માટે ફાયદાકારક
એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર મીઠો લીમડો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ તેનું પાણી પીવાથી ત્વચામાં નિખાર આવે છે અને ડાઘ-ધબ્બા ઓછા કરવામાં મદદ મળે છે.
વજન ઘટાડવામાં મદદગાર
મીઠા લીમડાનું પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તેના સેવનથી મેટાબોલિઝમ ઝડપી બને છે, જે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
શુગર કંટ્રોલ કરે છે
મીઠા લીમડાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
વાળને મજબૂત બનાવે છે
મીઠા લીમડામાં આયર્ન જેવા પોષક તત્ત્વો મળી આવે છે જે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના સેવનથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે અને વાળમાં ચમક પણ આવે છે.