Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

latest news

4,358 stories

ભારત-બ્રિટન CETA લાગુ : 99% ભારતીય નિકાસ ડ્યુટી-ફ્રી, કર્મચારીઓને પાંચ વર્ષ સુધી ડબલ યોગદાનમાંથી મુક્તિ

ભારત અને બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધોમાં બુધવાર, 15 જુલાઈ 2026થી નવા અધ્યાયની શરૂઆત થઈ છે. બંને દેશો વચ્ચેનો કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) અને તેની સાથે જોડાયેલો ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન (DCC) સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને…

· 11 min read

બલુચિસ્તાને અલગ દેશ હોવાનો કર્યો દાવો, સ્વતંત્ર રાષ્ટ્રની જાહેરાતથી પાકિસ્તાનમાં ખળભળાટ

પાકિસ્તાનના અશાંત પ્રાંત બલુચિસ્તાનને લઈને સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને ‘રિપબ્લિક ઓફ બલુચિસ્તાન’ નામના સ્વતંત્ર દેશની સ્થાપના કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ જાહેરાતની પ્રામાણિકતા…

· 6 min read

PM મોદી સહિત દેશભરના દિગ્ગજ નેતાઓએ ભૂપેન્દ્ર પટેલને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે દેશના અનેક દિગ્ગજ રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી તેમજ ભાજપ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…

· 6 min read

રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય પવિત્ર રથોનું પૂજન

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે, ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી ભવ્ય રથોમાં બિરાજમાન થઈ અમદાવાદની નગરચર્યાએ નીકળશે. રથયાત્રા પહેલાં જામાલપુર સ્થિત…

· 7 min read

‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ વિવાદમાં સમય રૈના સહિત 5 કોમેડિયનને સુપ્રીમ કોર્ટનો ફટકો, ₹3 લાખનો દંડ અને જાહેર માફીનો આદેશ

દિવ્યાંગ વ્યક્તિઓ અને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)થી પીડાતા બાળકો અંગે કરાયેલી અપમાનજનક ટિપ્પણીઓને લઈને ચર્ચામાં આવેલા 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' (India's Got Latent) વિવાદમાં સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈના સહિત પાંચ કોમેડિયન સામે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી…

· 5 min read

પેલેસ્ટાઈનના સમર્થનમાં ભારતનો મજબૂત અવાજ : ટૂ-સ્ટેટ સોલ્યુશન અને UNના પૂર્ણ સભ્યપદને ફરી આપ્યું સમર્થન

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં યોજાયેલી પેલેસ્ટાઈન ડોનર ગ્રુપ (PDG)ની બીજી મંત્રીસ્તરીય બેઠકમાં ભારતે પેલેસ્ટાઈનની જનતા પ્રત્યેના પોતાના લાંબા ગાળાના રાજકીય, વિકાસલક્ષી અને માનવતાવાદી સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. ભારતે ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદના શાંતિપૂર્ણ અને સ્થાયી ઉકેલ માટે ટૂ-સ્ટેટ સોલ્યુશનને સૌથી વ્યવહારુ માર્ગ ગણાવ્યો…

· 5 min read

હોર્મુઝ હુમલા બાદ ભારતનો કડક વિરોધ : એક ભારતીય નાવિકનું મોત, MEAએ 5 મહત્વપૂર્ણ બાબતો કહી

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ક્રુઝ મિસાઈલથી બે યુએઈ ટેન્કરો પર હુમલો કર્યો હતો, જેમાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને છ ભારતીયો અને બે યુક્રેનિયન નાગરિકો ઘાયલ થયા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.…

· 3 min read

ભારત-નેપાળ સરહદેથી અમેરિકન નાગરિક ઝડપાયો, ચાઇનીઝ પાસપોર્ટ અને AI ટ્રાન્સલેટર મળ્યાનો દાવો

ભારત-નેપાળની ખુલ્લી અને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સરહદ પર ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં સશસ્ત્ર સીમા બળ એટલે કે SSBએ એક અમેરિકન નાગરિકને માન્ય પ્રવાસ દસ્તાવેજો વગર નેપાળમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડ્યો છે. પકડાયેલા વ્યક્તિએ પોતાની ઓળખ અમેરિકાના કેલિફોર્નિયાના રહેવાસી 36 વર્ષીય…

· 11 min read

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિની સમીક્ષા કરીને અસરગ્રસ્ત અને હાઈ રિસ્ક વિસ્તારોમાં સર્વેલન્સ, સારવાર તથા વેક્ટર કન્ટ્રોલની કામગીરી વધુ…

· 7 min read

નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ

અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સરસપુર ખાતે આવેલા…

· 5 min read