Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

Narendra Modi

4,106 stories

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

ગુજરાત ATS દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત સંબંધોના આરોપમાં આઠ લોકોની ધરપકડ કર્યા બાદ તપાસનો દાયરો સતત વિસ્તરી રહ્યો છે. 14 દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન ATSની ટીમ આરોપીઓને લઈને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારના ભાગળ ગામે પહોંચી હતી,…

· 13 min read

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

ગુજરાતના શહેરોથી લઈને અંતરિયાળ ગામડાં સુધી દોડતી એસટી બસો દરરોજ લાખો લોકોની જિંદગીને એકબીજા સાથે જોડે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTCની બસો રોજ આશરે 33 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. આ માત્ર એક વિશાળ આંકડો…

· 9 min read

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં રવિવારે, 6 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગામમાં પોતાના ઘર નજીક માલઢોર સંભાળી રહેલા એક માલધારી પર ઝાડીમાંથી અચાનક બહાર આવેલી સિંહણે હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન સિંહણે માલધારીને પોતાના જડબામાં…

· 7 min read

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર આક્રમક બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. 5 જુલાઈના સવારે 6 વાગ્યાથી 6 જુલાઈના સવારે 6 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ રાજ્યના કુલ 164 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી…

· 8 min read

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના પાઠ ભણ્યાં છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ ગયાં. ભારતીય જનતા પક્ષ માટે રાજનીતિમાં રાષ્ટ્ર પ્રથમ છે અને એક એક કાર્યકર્તા આ મૂલ્યોને સમર્પિત છે. ભાજપના…

· 2 min read

ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન

ગુજરાતને રાજસ્થાન અને ગોવા જેવા દેશના જાણીતા ડેસ્ટિનેશન વેડિંગ હબની હરોળમાં લાવવા માટે ગુજરાત સરકાર મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશને રાજ્યને દેશ-વિદેશના યુગલો માટે વૈશ્વિક સ્તરના વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેસમેન્ટ, બ્રાન્ડિંગ અને…

· 10 min read

જૂનાગઢના હસનાપુર ડેમની એશિયામાં ઐતિહાસિક સિદ્ધિ, મળ્યું ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’

જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલો હસનાપુર ડેમ પર્યાવરણ સંરક્ષણ અને વિકાસના અનોખા સંગમનું ઉદાહરણ બનીને સામે આવ્યો છે. અહેવાલ મુજબ, હસનાપુર ડેમ પ્રોજેક્ટે વૈશ્વિક સંસ્થા ‘યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી’ પાસેથી ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’ મેળવ્યું છે. આ સાથે સમગ્ર એશિયામાં આવી સિદ્ધિ મેળવનાર…

· 7 min read

અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારની તૈયારી : નેવી 75% અને સેના-વાયુસેના 50% અગ્નિવીરોને કાયમી રાખવા પર વિચાર

ભારતીય સશસ્ત્રદળોમાં અગ્નિપથ યોજનાને લઈને મહત્વપૂર્ણ ફેરફારની ચર્ચા ચાલી રહી હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. હાલ ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા અગ્નિવીરોમાંથી માત્ર 25 ટકા જવાનોને કાયમી સેવામાં રાખવાની જોગવાઈ છે, પરંતુ હવે આ ટકાવારી નોંધપાત્ર રીતે વધારવાની સંભાવના વ્યક્ત…

· 6 min read

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

ગુજરાતના યુવાનોને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો અનુસાર તાલીમ આપવા અને શિક્ષણથી રોજગાર સુધીની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અમદાવાદમાં મહત્વપૂર્ણ ‘ઉદ્યોગ-એકેડેમિયા-સેક્ટર સ્કિલ કાઉન્સિલ્સ આઉટરીચ કાર્યક્રમ’ યોજાયો. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ડિરેક્ટોરેટ ઓફ સ્કિલ ડેવલપમેન્ટ—DSD અને ડિરેક્ટોરેટ ઓફ…

· 12 min read

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોરબી જિલ્લામાં હાઇ-ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે ખેડૂતોની જમીનના ઉપયોગ સામે ચાલી રહેલા ઉગ્ર વિરોધ વચ્ચે ગુજરાત સરકારે વળતર નીતિમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. શુક્રવાર, 3 જુલાઈ 2026ના રોજ રાજ્ય સરકારે જાહેરાત કરી કે વીજ ટ્રાન્સમિશન ટાવર…

· 11 min read