તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા અધ્યક્ષતામાં સરદાર ટાઉન હોલ, રાજપીપલા ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ નાંદોદ તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને “સ્વનિર્ભર તથા આધુનિક જીવન જીવવા પ્રેરણા તેમજ સહયોહ થવા સહાયરૂપ બને”
હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (HUDACO) ના CSR કાર્યક્રમ અંતર્ગત એલિમ્કો-ભારત સરકારના સાહસ દ્વારા આયોજીત તથા જિલ્લા વહીવટી તંત્ર, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી એલીમ્કો- દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પ કાર્યક્રમમાં હડકો-CSR) ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર સંજય કુલેશ્રેષ્ઠએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નગરપાલિકા સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ તમામ દિવ્યાંગ લાભાર્થીઓને મળેલ સાધનો જીવનમાં ઉપયોગો બને.
વધુમાં જણાવ્યું કે, ભારત સરકારની અનેક કંપનીઓ છે. જે સમાજને ધ્યાનમાં લઈને અનેક સેવાઓ કરી રહી છે. ત્યારે Hiising and Urban Development Corporationલિ. (HUDACO) ના CSR અંતર્ગત અમને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ૫૭ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ પ્રકારના સાધનો થકી સેવા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો માનું છું.
તેમણે ઉમેર્યું હતું કે, નર્મદા આદિવાસી વિસ્તારના લોકો રહે છે. અને વિશ્વની ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોકો દુર- દુરથી જોવા માટે આવે છે. ત્યારે નર્મદા વહીવટી તંત્રને અનુરોધ કરું છું કે, અમને આ નિરંતર સેવા કરવાનો મોકો મળે.
આ વેળાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બી.જે. પરમારે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં એલીમ્કો, ઉજૈન દ્વારા CSR મારફતે કુલ ૪૫૯ દિવ્યાંગ લાભાર્થીઓને ૮૨૫ સાધનો અને વર્ષ ૨૦૨૩-૨૪ માં કુલ ૩૩૫ દિવ્યાંગ લાભાર્થીઓને કુલ ૫૭૭ સાધનો આપવામાં આવ્યા હતા. જે સાધનોનો સમગ્ર ખર્ચ એલીમ્કોના સહયોગથી હાઉસીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (હડકો CSR) અંતર્ગત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ “એલીમ્કો- દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ” કાર્યક્રમમાં નાંદોદ તાલુકાના કુલ ૫૭ દિવ્યાંગ લાભાર્થીઓને કુલ ૯૧ સાધન સહાય વિતરણનો કુલ ૯.૭૦ લાખના ખર્ચે આપવામાં આવ્યા છે. કાર્યક્રમના અંતમાં ફાઇનાન્સ એલીમ્કો ઉજૈનના મેનેજર બંસીલાલ સાકેતએ આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં નાંદોદ પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઇ પરમાર, એલીમ્કો સ્ટાફ સહિત બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનાઅધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
“એલીમ્કો- દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ” કાર્યક્રમમાં ભાગ લીધેલ દિવ્યાંગ હિરેન પટેલે જણાવ્યું કે, મને આંખે દેખાતું નથી જેનાથી મને અનેક મુશ્કેલીઓ પણ થાય છે. તેમજ બીજાનો સહારો લેવો પડે છે. આ કેમ્પ થકી મને ડિજિટલ સેન્સર સ્ટીક મળી છે. જેનાથી મારી ઘણી મુશ્કેલીઓ દુર થશે અને મારા જીવનમાં સહાયરૂપ બનશે.
દિવ્યાંગ ઉધયલાલભાઈ એલીમ્કો- દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં ખુશી વ્યકત કરતા જણાવ્યું કે, મને ચાલવાની ઘણી મુશ્કેલીઓ થતી હતી આજે સહાયરૂપી સાયકલ મળી છે. જેના થકી મારી મુશ્કેલીઓ દૂર થશે અને જીવન જરૂરિયાતમાં પણ મદદ થશે જેના થકી હું રોજગાર પણ મેળવી શકું છું તે બદલ હું સૌનો આભાર માનું છું.