લોકસભા ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફતેહપુર સીકરીમાં મથુરા અને વૃંદાવનના વિકાસને લઈને મોટી જાહેરાત કરી છે. જનસભાને સંબોધતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ‘અયોધ્યા અને કાશીનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું છે. હવે વ્રજભૂમિનો નંબર આવશે.
#WATCH फ़तेहपुर सीकरी, आगरा: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने जनसभा को संबोधित करते हुए कहा, "अब ब्रजभूमि का भी नंबर आने वाला है। अयोध्या और काशी ने अपने लक्ष्यों को प्राप्त कर लिया है, अब आपकी बारी है। अब विकास के लिए आपको कोई तरसा नहीं सकता, अब आगरा में भी एयरपोर्ट… pic.twitter.com/bxEkHYDe5O
— ANI_HindiNews (@AHindinews) April 22, 2024
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદારોને કરી અપીલ
ઉત્તર પ્રદેશના ફતેહપુર સીકરીમાં જનસભાને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘હવે બ્રજભૂમિનો નંબર આવશે. અયોધ્યા અને કાશીનું લક્ષ્ય મેળવી લીધુ છે. હવે કોઈ તમને વિકાસ માટે હેરાન કરવાની હિંમત કરશે નહીં કારણ કે હવે આગરામાં પણ તમારું પોતાનું એરપોર્ટ બની રહ્યું છે. આગ્રામાં પણ ગંગાના પાણીનો વપરાશ થાય છે. દરેક ઘરમાં નળથી જળ મળી રહ્યું છે. જેમણે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પર સવાલો ઉઠાવ્યા છે તેઓ મત માટે તરસવા જોઈએ.’
સીએમ યોગી આદિત્યનાથના કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર પ્રહાર
મુખ્તાર અંસારીનું નામ લીધા વિના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યોગીએ કહ્યું, ‘જ્યારે તમને તક મળી, ત્યારે તેઓ માફિયા અને ગુનેગારોને ગળાનો હાર બનાવીને રાજ્યના કાયદો અને વ્યવસ્થાને ડામાડોળ કરી રહ્યા હતા. કોંગ્રેસ, સપા અને બસપા માફિયાની કબર પર ફૂલ ચઢાવે છે.’
અખિલેશ યાદવ મુખ્તાર અંસારીના ઘરે ગયા હતા
અહેવાલો અનુસાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઠમી એપ્રિલે ગાઝીપુર પહોંચ્યા હતા. જ્યાં તેઓ મુખ્તાર અંસારીના પરિવારને મળ્યા હતા અને સંવેદના વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, 28મી માર્ચની રાત્રે બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સમાજવાદી પાર્ટીએ મુખ્તાર અંસારીના મોટા ભાઈ અફઝલ અંસારીને ગાઝીપુરથી ઉમેદવાર બનાવ્યા છે.