નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે આજે પારો એકાએક ઊંચકાયો છે,માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે.
નોંધનીય છે કે, આજે ૨૨ માર્ચ એટલે કે ગત પાંચ વર્ષ પહેલા કોરોનાકાળ દરમ્યાન જે રીતે રસ્તાઓ સૂમસાન ભાસી રહ્યા હતા તે રીતે નડિયાદના સ્ટેશન રોડ, સંતરામ રોડ અને ઘોડિયા બજાર વિસ્તારમાં બપોરના સમયે કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે.
એકતરફ સૂર્યદેવ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે, ત્યારે નગરજનો રસ્તાઓ ઉપર ભરતાપમા નિકળવાનું ટાઢી રહ્યા છે.