Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી અંતર્ગત ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો

નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી અંતર્ગત ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લામાં નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ નિમિત્તે ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. જેમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે જિલ્લાના ૮૦થી વધુ વયના મતદારો, યુવા મતદારો, થર્ડ જેન્ડર મતદારો, મહિલા, દિવ્યાંગ અને આર્મી જવાન મતદાર સહિતના મતદારોનું સન્માન કરી જિલ્લાવાસીઓને અચૂક મતદાન કરવા પ્રોત્સાહન આપવામાં આપ્યું હતું.

આ પ્રસંગે ચૂંટણીમાં સ્વીપ કામગીરી, મતદાર યાદી, નોંધણી સહિતની ચુંટણી કામગીરી સાથે સંકળાયેલ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા સ્વીપ અંતર્ગત પોસ્ટલ ડિઝાઇન સ્પર્ધા, ટેગલાઈન સ્લોગન, ઓડિયો-વીડિયો અને ઈ-પોસ્ટલ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય કેટેગરીમાં સ્થાન પ્રાપ્ત કરનાર યુવા વિજેતાઓનું પ્રમાણપત્ર અને ગીફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત મૂક બધીર વિદ્યાલયના બાળકો દ્વારા ગરબા રજૂ કરવામાં આવ્યા હતા અને ચકલાસી શાળાના વિદ્યાર્થીઓએ ભવાઈ નાટક દ્વારા મતદાનના મહત્વને આગવી રમૂજ શૈલીમાં પ્રસ્તુત કરી સૌને અચૂક મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. વધુમાં, ઉપસ્થિત સૌ લોકોએ આવનાર ચૂંટણીમાં નિષ્પક્ષ અને અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે મૂક બધીર વિદ્યાલયના તમામ બાળકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીની બોટલ ગિફ્ટમાં આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમબેન પ્રજાપતિ, પ્રાંત અધિકારી નડિયાદ, જિલ્લા શિક્ષણ અધિકારી, નડિયાદ સિટી મામલતદાર, નડિયાદ ગ્રામ્ય મામલતદાર, વસો મામલતદાર, મૂક બધીર વિદ્યાલયના ચેરમેન, પ્રિન્સિપલ, શાળા, કોલેજના વિદ્યાર્થીઓ અને જાગૃત મતદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.