Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

નડિયાદમાં આવેલ મધર કેર સ્કુલ નો 25મો વાર્ષિકત્સવ યોજાયો

નડિયાદમાં આવેલ મધર કેર સ્કુલ નો 25મો વાર્ષિકત્સવ યોજાયો

મધરકેર શાળા ખાતે વાર્ષિકોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ પોતાના ઈષ્ટદેવને યાદ કરતા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથી મહેમાન તરીકે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા એસપી રાજેશ ઘડિયા, ડીઇઓ રાવલ, સુમિતભાઈ, અવનીશભાઈ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

મધર કેર સ્કુલ ના મેનેજીંગ ટ્રસ્ટી બીજલ પાઠક તેમજ ચિરાગ પાઠકે અત્રે ઉપસ્થિત લગભગ ૫,૦૦૦ જેટલા અતિથીઓ નું સંબોધન કરી અભાર વ્યક્ત કર્યો હતો. શાળાના આ વાર્ષિકોત્સવમાં લગભગ ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને સતત ૧ મહિનાની સખત મહેનત બાદ તેઓ એ પોતાના કૌશલ્યને પ્રેક્ષકો સમક્ષ રજૂ કર્યું હતું અને આ દરેક વિદ્યાર્થીઓએ ને સતત ૧ મહિનાથી ચિરાગ ભાટનકર, તેમજ અમિતભાઈએ માર્ગદર્શન આપ્યું હતું.

આ વાર્ષિકોત્સવ સાથે સ્કુલ ના પ્રિન્સીપાલ તેમજ લગભગ ૧૫૦ જેટલા શિક્ષકો, એડમીન સ્ટાફ, બિન સૈક્ષણિક સ્ટાફ વગેરેનો ખુબ જ સાથ સહકાર રહ્યો હતો. કાર્યક્રમ ના અંતે ચિરાગ સર દ્વારા શિક્ષકો, બાળકો વાલીઓ દરેક વ્યસનથી મુક્ત રહે તેમજ સ્વચ્છતા અંગે જરૂરી માર્ગદર્શન આપી આ કાર્યક્રમ માં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા દરેક વ્યક્તિઓનો અભાર વ્યકત કર્યો હતો .

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.