Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

નડિયાદ સંતરામ મંદિરના મહંત પ.પૂ. રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવ્યો

નડિયાદ સંતરામ મંદિરના મહંત પ.પૂ. રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવ્યો

આગામી ૧૯૪મા સમાધી મહોત્સવ, અંતર્ગત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ સવારે કરવામાં આવ્યો. પ.પૂ મહંત રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાન નો આરંભ કરાવ્યા પછી શ્રી સંતરામ મંદિરના સ્વયંસેવકો અને ભક્તોએ આ અભિયાનને ઉપાડી લઈ સંતરામ મંદિર પટાંગણ, પરિસરની સફાઈ કરી હતી. સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એ વાક્યને સાર્થક કરતું આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

આ અભિયાનમાં શ્રી સંતરામ મંદિરના સંતો પૂ. નિર્ગુણદાસજી મહારાજ, શ્રી ચૈતન્યદાસજી મહારાજ પણ જોડાયા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.