મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજન અંગે સિહોરમાં કાર્યશાળા યોજાઈ ગઈ.
ભારતીય જનતા પક્ષ દ્વારા અહિલ્યાબાઈ હોળકર ૩૦૦મી જયંતી ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લાની કાર્યશાળાનું સિહોરમાં આયોજન થઈ ગયું.
કાર્યશાળામાં અધ્યક્ષ સ્થાને રહેલ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, રાજકીય કાર્યક્રમો ઉપરાંત સામાજિક સાંસ્કૃતિક અભિયાન તળે વિવિધ આયોજનો દ્વારા મહારાણી અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જયંતી ઉજવવાની છે. તેઓએ કહ્યું કે,મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે.
આ કાર્યશાળામાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાનાં અધ્યક્ષ દિપીકાબેન સરવડાની વિશેષ ઉપસ્થિતિ રહી. તેઓએ આ કાર્યશાળામાં શ્રી અહિલ્યાબાઈ હોળકર સંદર્ભે પ્રાસંગિક ઉદ્બોધન કરી આ જયંતી ઉજવણી એ કાર્યક્રમ નહી, પરંતુ ઉત્સવ હોવાનું જણાવ્યું.
પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર ૩૦૦મી જન્મજયંતી પ્રસંગે આગામી તા.૨૧થી તા.૩૧ દરમિયાનનાં આયોજન હેતુ આ કાર્યશાળામાં ભાવનગર જિલ્લા પંચાયત અધ્યક્ષ રૈયાબેન મિયાંણી, આયોજન સંયોજક ભરતભાઈ મેર, જિલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ત્રિવેદી, સિહોર નગરપાલિકા અધ્યક્ષ જાગૃતિબેન રાઠોડ વગેરેની ઉપસ્થિતિ રહી હતી. આભાર વિધિ ચેતનભાઈ ત્રિવેદીએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં આ ઉજવણીમાં સંયોજક ભરતભાઈ મેર સાથે સહ સંયોજકો ધર્મિષ્ઠાબેન ત્રિવેદી, સંજયભાઈ બારોટ, નૂતનસિંહ ગોહિલ તથા ચેતનભાઈ ત્રિવેદી રહ્યાં છે, તેમ જિલ્લા ભાજપ પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ તથા સહ સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.