Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

ખેડા જિલ્લા પંચાયત ભવન ખાતે સર્વિકલ કેન્સર માટેના પાઈલોટ પ્રૉજેક્ટનો સમાપન સમારોહ યોજાયો

ખેડા જિલ્લા પંચાયત ભવન ખાતે સર્વિકલ કેન્સર માટેના પાઈલોટ પ્રૉજેક્ટનો સમાપન સમારોહ યોજાયો

ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ઈન્ડિયા ના સહિયારા ઉપક્રમે સર્વિકલ કેન્સર માટે ના પાઈલોટ પ્રૉજેક્ટ ની જિલ્લા પંચાયત ભવન – ખેડા ખાતે સમાપન સમારોહ રાખેલ હતો.
ગર્ભાશય ના મુખ નું કેન્સર એ એક સમસ્યા નથી તે આરોગ્ય વિશે ની અપ્રતિક્ષિત ચેતવણી છે. જે દરેક મહિલા એ ગંભીરતા થી લેવી જોઈએ . ખેડા જિલ્લા ના નડિયાદ ,વસો ,મહુધા અને કઠલાલ તાલુકા માં સતત ૮ મહિના કાર્ય કર્યા પછી આ પ્રૉજેક્ટ પૂર્ણ કર્યો, તેનો કાર્યક્રમ જિલ્લા પંચાયત ભવન , ખેડા માં રાખ્યો હતો. જેમાં જે ટીમે નિસ્વાર્થ ભાવના સાથે સહકાર આપ્યો હતો તેઓ ને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં ૪ તાલુકા ની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સ્ક્રિનિંગ વધારે થયું હતું તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને પ્રોત્સાહિત કર્યા હતા.

તે ઉપરાંત આશા ચેમ્પિયન એવોર્ડ જે તે આશા બેહનો એ ગામ ની મહિલા ઓ માં જાગૃતિ ફેલાવી અને સ્ક્રિનિંગ સુધી લઈ આવતા હતા તેઓ ને એવોર્ડ આપ્યા હતા . આ સાથે સ્ટાફ નર્સ જે આરોગ્ય વ્યવસ્થા ની મજબૂત પીઠબળ છે અને જેમને 50 થી વધારે સ્ક્રિનિંગ કર્યા હતા તેઓ ને પણ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન ટ્રેસ્ના ફાઉન્ડેશનની ટીમે કર્યું હતું . જેમાં ટ્રેસ્ના ફાઉન્ડેશન ના ફાઉન્ડર અને ડિરેક્ટર રંગોલી બક્ષી મેડમ , CAPED ટીમ ના ઓપરેશન હેડ રવિ સિસોદિયા, પ્રોગ્રામ મેનેજર ટોલસી શર્મા અને NCI AIIMS ના ડો. રાજુભાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી. એ. ધ્રુવે અને તેમની ટીમ તથા સિવિલ હોસ્પિટલ ના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. કવિતા મેડમ જી અને તેમની ટીમ, ચારેય તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીઓ, મેડીકલ અધિકારીઓ, સ્ટાફ નર્સો, આશા વર્કર બેહનો અને લાભાર્થીઓ એ હાજરી આપી હતી.

આ પાઈલોટ પ્રૉજેક્ટ ને સફળ બનાવવામાં અમને આરોગ્ય વિભાગ નો બોહળો સહકાર મળ્યો હતો. તેનો ટ્રેસ્ના ફાઉન્ડેશન વિશેષ માં દિલ થી આભાર વ્યક્ત કરે છે.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.