ડાકોર હાઇવે પરના ઓવરબ્રિજ ની પરિસ્થિતિ એક જ વર્ષમાં એવી કથળી ગઈ કે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની ગયેલ છે. ડાકોર ઓવરબ્રિજ બન્યે હજુ માંડ એક વર્ષ થયું છે ત્યાં તો બ્રીજની નીચે પ્લાસ્ટર પોપડા ઉખડીને નીચે પડવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઓવરબ્રિજ નું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હાથે થયેલ છે. નવા જ ઓવરબ્રિજના પોપડા પડવાની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઓવરબ્રિજ પર બનાવેલ ડામર રોડ બે વખત તૂટી જવા પામ્યો હતો અને તેને રિપેર કરાયાના નિશાન આજે પણ જોવા મળી રહે છે. પણ ઓવરબ્રિજ ની નીચેના પ્લાસ્તરના પોપડા છૂટા થઈને નીચે પડતાં આ બ્રીજમાં ગુણવત્તા વગરનો માલસામાન વપરાયેલ છે તે નક્કી થઈ ગયું. નીચેથી અવરજવર કરતા લોકોને ડર લાગવા લાગ્યો છે કે ઉપરથી આવા મોટા પોપડા જો કોઈ રાહદારી ના માથા પર પડ્યા તો તેનું જવાબદાર કોણ. જ્યાં જ્યાં પ્લાસ્ટર ના પોપડા ઉખડી ગયા છે ત્યાં ઉપરથી જ્યારે જ્યારે વાહન પસાર થાય ત્યારે રેતી ખરી રહી છે. જો આમ જ ઓવરબ્રિજ નું તૂટવાનું શરૂ રહ્યું તો એ દિવસ દૂર નથી કે બ્રીજનો મોટો ભાગ નીચે ધરાશાઈ થાય અને મોટી જાનહાનિ થાય.
ડાકોરના નવા જ ઓવરબ્રિજ ની આવી દયનીય હાલત જોઈને એમ જ લાગે છે કે બ્રીજનું નિર્માણ હલકી કક્ષાના માલસામાનથી કરવામાં આવ્યું છે અને યોગ્યતાના નીવામોનું છડેચોક ઉલંઘન કર્યું છે. શું આટલું થતા પછી પ્રશાસન આ ઓવરબ્રિજના કોન્ટ્રાકટર પર કોઈ કાયદેસરના પગલા લેશે કે કુલડીમાં જ ગોળ ભગાસે તે ચર્ચાનો વિષય છે.