વર્ષ ૨૦૨૩ પૂર્ણ થવાને આડે એક જ દિવસ બાકી છે ત્યારે વર્ષ ૨૦૨૪ને વધાવવા માટે ભારત સહિત દુનિયાના અન્ય દેશો થનગની રહ્યા છે ત્યારે જયોતિષ શાસ્ત્ર પ્રમાણે તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સવારે ગુરુમાર્ગી થઈને ભમણ કરવાનું શરૂ કરશે અને તે ૧૪૦ દિવસે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેના લીધે ૨૦૨૪ના મે મહિનામાં સૂર્યનો અને ગુરુનો સંયોગ સર્જાશે જે ભારતને વધુ શક્તિશાળી બનાવશે. ઉપરાંત દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તથા લોકોમાં ધાર્મિકતાના ભાવની વધુ અસરો જોવા મળશે.
આ અંગેની વિગત એવી છે કે, રવિવારે ૩૧ ડિસેમ્બર ૨૦૨૩નો છેલ્લો દિવસ છે ત્યાર પછી વર્ષ ૨૦૨૪ શરૂ થશે જે ભારત માટે ખુબજ શુભ રહેશે જે અંગે જયોતિષ વિજયનગર દેવશંકર ભટ્ટના દાવા મુજબ, રવિવાર ૩૧ ડિસેમ્બરે ગુરુ ભમણ કરીને ૧૪૦ દિવસ પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સંવત ૨૦૮૦ના ગ્રહોની માર્ગી, વકરી, ઉદય અને અસ્ત પણ ઘણો રોચક અને સંયોગ સર્જે તેવી શકયતા છે. આગામી તા.૧૮ મેથી સૂર્યનો અનેગુરુનો સંયોગ સર્જાવાને યોગાનું યોગ તેના લીધે ૨૦૨૪નું વર્ષ ભારત માટે મહત્વનું સાબિત થશે તેમજ અર્થતંત્ર મજબૂત થશે, લોકોમાં ધાર્મિક ભાવ વધશે. તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૫માં ફરીથી માર્ગી થશે અને તે બ્રહશપતિ હિન્દુ વર્ષમાં વકરી માર્ગી ચાલે ચાલશે,
કંઈ- કંઈ રાશિને શુભ ફળ પ્રાપ્ત થશે
બ્રુહશપતિનો વૃષભ રાશીમાં પ્રવેશ યોગાનું યોગ પારાશરના સિધ્ધાંતમાં વૃષભ રાશી લગ્નની કુંડલીમાં શનિ રાજયોગ કરતાં સુચક છે ત્યારબાદ મેષ ગુરુ માર્ગી રાશિઓમાં કેવુ ફળ આપશે તે માટે જયોતિષીઓ ભિન્ન મત ધરાવ છે. જોકે વૃશ્વિક, કુંભ, મીથુન અને કર્ક રાશિને શુભ ફળ આપશે, સિંહ, તુલા, ધન, મીન રાશિવાળા જાતકોને મિશ્ર ફળ આપી શકે છે.
લાભો થવાની શકયતા છે ગુરુની ચાલને આધારે વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ વધુ સારા ફળ આપી શકે છે. તા.૧ મેના રોજ ગુરુ મેષ રાશિ છોડીને વૃષભ રાશીમાં પ્રવેશ કરશે. આમ ૪ મહિનાના મેષના ગુરુ માર્ગી ભ્રમણ ભારતની કુંડલીમાં ઉદીત થશે.
વર્ષના છેલ્લા દિવસથી શરૂ થતાં ગુરુ ભ્રમણ કરી ૧૪૦ દિવસે વૃષભ રાશિમાં પ્રવેશશે