ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે વિધાનસભા ચૂંટણી ની તારીખોની જાહેરાત કરશે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા 30 સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજવાની યોજના બનાવી છે.
Election Commission of India to announce the schedule for General Election to Legislative Assemblies, today. pic.twitter.com/EckI51NcMI
— ANI (@ANI) August 16, 2024
જમ્મુ-કાશ્મીર માં 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. પંચે ગયા અઠવાડિયે જ જમ્મુ-કાશ્મીર અને હરિયાણાનો પ્રવાસ પૂરો કર્યો હતો. જયારે હરિયાણા ની સ્થિતિ પર નજર કરીએ તો હાલ ત્રણ બેઠકો ખાલી છે. ભાજપના 41 ધારાસભ્યો છે. કોંગ્રેસના 29 ધારાસભ્યો છે, જેજેપી પાસે 10 અને INLD અને HLP પાસે એક-એક ધારાસભ્ય છે. ગૃહમાં પાંચ અપક્ષ ધારાસભ્યો છે. મહત્વનું છે કે ચૂંટણી પંચે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુલાકાત લીધી છે, પરંતુ હજુ સુધી મહારાષ્ટ્રની મુલાકાત લીધી નથી.
જમ્મુ -કાશ્મીરમાં 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ રાજકીય પક્ષો સતત રાજ્યનો દરજ્જો પરત કરવાની માંગ કરી રહ્યા હતા. જો કે સરકાર દ્વારા હંમેશા એમ જ કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી થશે અને પછી જ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થશે.
ચૂંટણી પંચ ના સૂત્રોનું માનીએ તો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન થઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવાના માર્ગમાં સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થા છે. તાજેતરના દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં અચાનક થયેલા વધારાથી વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. તેની અસર ચૂંટણી કાર્યક્રમ પર પણ જોવા મળી શકે છે.
સીમાંકનનું કામ પૂર્ણ ન થવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણી થઈ શકી નથી. મે 2022 ના સીમાંકન પછી, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સીટોની સંખ્યા હવે વધીને 90 થઈ ગઈ છે. આ રીતે જમ્મુની 43 અને કાશ્મીરની 47 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. 2014 માં, લદ્દાખની 6 બેઠકો સિવાય જમ્મુની 37 બેઠકો અને કાશ્મીર ખીણની 46 બેઠકો સહિત 87 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રીનગરમાં મતદાને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશની અન્ય સીટો પર પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો