સરદાર સરોવરની નર્મદા નહેરની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં નહી આવતાં અધિકારીઓના અંધકારમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોએ આશાનો દીવો! પ્રગટાવ્યો
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માલસણ ગામે થયું એક એવું આંદોલન – જેના નહી કોઈ મોરચા.. નહી કોઈ સૂત્રોચ્ચાર… પણ જેનો સંદેશ તંત્રના દરવાજા હચમચાવી દે તેવું આયોજન
ખેડૂતોએ પોતાની જીવલેણ સમસ્યા માટે યજ્ઞ કરી ભગવાનને પોકાર્યા ચૂંટણી સમયે વચન આપનારા મતોના ભૂખ્યા નેતા સ્તાની આડશમાં છુપાઈ ગયા..સરકાર જાણે જાડા પડની ચાદર ઓઢીને સૂઈ ગઈ છે.
સિંચાઈના પાણી માટે વળખા ખાધા, અરજી કરાઈ, દરખાસ્તો અપાઈ… પણ તંત્ર તરફથી મળ્યું શું? – ખાલી વચન અને ખોટી આશા!
આજ મીઠું ધરતીના સાદા લોકોને પાક ઉગાડવા માટે પાણી નથી મળતું… અને ઉપરથી તંત્રની ચુપ્પી!
ખેડૂતોએ સાફ કહ્યું – હવે અમારા શ્વાસ બચાવવા યજ્ઞ કરવો પડે છે, તો એ પણ કરીએ.
આ યજ્ઞમાં ગામના વૃદ્ધ ખેડૂતથી લઈ યુવાન ખેડૂત સુધી જોડાયા. વિશેષ એ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ હાજર રહ્યા, અને તંત્રના નિષ્ક્રિય વ્યવહાર પર આકરી ટીકા કરી.
વાવ થરાદ ના છેવાડાના ગામડામાં ઉનાળુ સીઝન નિસપળગૈઈ છે ત્યારે આજે માલસણ બ્રાંચ કેનાલ મા હનુમાન જન્મ જયંતિ નિમિત્તે યજ્ઞ હવન કર્યો અને ભગવાન હનુમાન પાસે પ્રાર્થના કરી હે ભગવાન સરકાર ને સતબુધિ આપો તો અંમને ખેડૂતો ને પીયત માટે પુરતું પાણી મળી રહે..
રિપોર્ટર-ભુરપુરી ગોસ્વામી (બનાસકાંઠા )