અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં સોનાના દરવાજા લગાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે સોનાના દરવાજાની પ્રથમ તસવીર સામે આવી છે. આ દરવાજો રામલલાના ગર્ભગૃહનો મુખ્ય દ્વાર છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસમાં આવા વધુ 13 દરવાજા લગાવવામાં આવશે. રામ મંદિરમાં લગાવામાં આવેલ આ પ્રથમ દરવાજો હજાર કિલોના સોનાની પ્લેટિંગનો છે.
આ અઠવાડિયે તમામ દરવાજા લગાવી દેવામાં આવશે
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં કોતરણીવાળા દરવાજા લગાવવામાં આવી રહ્યા છે. દરવાજા પર વિષ્ણુ કમળ, વૈભવનું પ્રતીક ગજ એટલે કે હાથી અને પ્રણામ સ્વાગત મુદ્રામાં દેવીનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. શ્રી રામ મંદિરના દરવાજા પ્રાચીન સાગના વૃક્ષોથી બનેલા છે. સોમવારે 3:22 મિનિટે પહેલો દરવાજો લગાવવામાં આવ્યો હતો. આ અઠવાડિયે તમામ દરવાજા લગાવી દેવામાં આવશે.
Gate no -11 of Ram mandir ( Ayodhya ji) Wow ! Beautiful! pic.twitter.com/Xrs7EdyQGq
— Awanish K Awasthi (@AwasthiAwanishK) January 9, 2024
રામલલા માટે ચાંદીની પરતનું સિંહાસન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, રામલલાના મંદિરમાં 44 દરવાજા હશે જેમાંથી 14 દરવાજા પર સોનાથી પરત ચઢાવવામાં આવશે. આ સાથે જ 30 દરવાજા પર ચાંદીની પરત ચઢાવવામાં આવશે અને ભગવાન રામલલાના સિંહાસનને પણ ચાંદીની પરત ચઢાવવામાં આવી છે. એટલે કે જ્યાં ભગવાન રામલલા વિરાજમાન થશે તે સિંહાસનને ચાંદીની પરતથી બનાવવામાં આવ્યું છે.