સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી તક મળી છે. લોકભારતીની કેળવણીનું ફળ એ છે કે, આ વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં નોકરી મળી ગઈ છે.
ગોહિલવાડની ગૌરવરૂપ સંસ્થા લોકભારતીમાં શિક્ષણ અને કેળવણીનાં પાઠ સાથે જીવન ઘડતરની તાલીમ મળે છે, સાથે સાથે બદલાતાં પ્રવાહોમાં વ્યવસાયિક અને આર્થિક પાસા માટે પરિણામરૂપ અભ્યાસક્રમો પણ ચાલી રહ્યાં છે.
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી તક મળી છે. આ સંસ્થા ( લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન ) દ્વારા ચાલતાં અભ્યાસ અંતર્ગત પ્રથમ તબક્કાનાં વિધાર્થીઓ હિરેન ખેર, વસંત પિંડોરિયા તથા નિખિલગિરી ગોસ્વામી હજુ અભ્યાસની પરીક્ષા આપે તે પહેલાં, આ પરિણામ પહેલાં જ તેઓને વિદેશમાં એટલે કે પશ્ચિમ આફ્રિકામાં સામેથી તક મળી છે.
પશ્ચિમ આફ્રિકામાં ઘાનામાં લોખંડ ઉદ્યોગ સાથે જોડાયેલ આ પેઢી ( બી ફાઈવ પ્લસ ઘાના ) દ્વારા લોકભારતીમાં વ્યવસાયિક ભરતી હેતુ લેવાયેલ મુલાકાતમાં આ વિધાર્થીઓની પરીક્ષા પરિણામ બાકી છતાં આ સંપર્કમાં પસંદ કરી લીધાં છે. લોકભારતીની કેળવણીનું ફળ એ આ છે.
આમ, આ સંસ્થાનાં વડા અરુણભાઈ દવેનાં માર્ગદર્શન સાથે લોકભારતી વૈશ્વિક ઉદ્યોગક્ષેત્રનાં ઉપક્રમો માટે પણ ઉત્તમ ઉમેદવાર કર્મચારી કે અધિકારીનાં કારકિર્દી નિર્માણ માટે સ્થાન મેળવેલ છે.
અભ્યાસ પરિણામ પહેલાં એક ખાતરીબંધ કૌશલ્ય પ્રાપ્ત કરાવનાર લોકભારતીનાં વિધાર્થીઓની પસંદગી થતાં સંસ્થાનાં વડા રાજેન્દ્રભાઈ
ખિમાણી અને લોકભારતી પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા છે.