ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિ સાથે જોડાયેલ બજુડ સેવા સહકારી મંડળીનાં શતાબ્દી વર્ષ ઉજવણી પ્રસંગે યુવરાજ જયવીરરાજસિંહજીએ કહ્યું કે, ભાવનગર મહારાજાના મુલ્ય સૂત્ર ‘મારી પ્રજાનું કલ્યાણ થાય’ તે બજુડની મંડળીમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે. અહીંયા સ્થાપક ભિખાભાઈ ગોળકિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
પ્રગતિશીલ ગામ બજુડમા સહકારી મંડળીને ૧૦૦ વર્ષ પૂરા થતાં ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજીના અધ્યક્ષસ્થાને શનિવારે સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે મંડળી સાથે જોડાયેલાં સભાસદોને શતાબ્દી સ્મૃતિભેટ આપવામાં આવી.

બજુડ સેવા સહકારી મંડળીનાં શતાબ્દી વર્ષ ઉજવણી પ્રસંગે યુવરાજ જયવીરરાજસિંહજીએ કહ્યું કે, ભાવનગર મહારાજાના મુલ્ય સૂત્ર ‘મારી પ્રજાનું કલ્યાણ થાય’ તે બજુડની મંડળીમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે, જે અનુભવાઈ રહ્યું છે. તેઓએ નમ્ર ભાવે સૌ ખેડૂતો અને ગ્રામજનોને કહ્યું કે રાજાશાહી બાદ લોકતંત્રમાં આપણે સૌ એક સમાન છીએ, હું પણ એક નાગરિક છું, સૌના માટે એકતા સાથે આપણે કામ કરવું છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિ સાથે જોડાયેલ આ ઐતિહાસિક મંડળી દ્વારા ખેડૂતો અને સૌ કોઈના સકારાત્મક કામ માટે પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો.
મંડળીનાં પ્રમુખ હિરાભાઈ પટેલ દ્વારા પ્રારંભે આવકાર ઉદ્બોધન કરવામાં આવ્યું.
કાર્યક્રમ સંચાલનમાં હર્ષદભાઈ પાઠકે આ મંડળીનો ઊજળો ઈતિહાસ પ્રસ્તુત કર્યો હતો.
આ પ્રસંગે ભાવનગર જિલ્લા સહકારી બેંક અધ્યક્ષ રસિકભાઈ ભિંગરાડિયા અને સહકારી, રાજકીય તથા સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને આજુબાજુનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. વૈશાલીબેન ગોળકિયા, વર્ષાબેન ગોળકિયા, ધારાશાસ્ત્રી પારૂલબેન ગોલ વગેરેનું સંકલન રહ્યું હતું. આભારવિધિ યોગેન્દ્રસિંહ ગોહિલે કરી હતી.
સહકારી મંડળીના આ સમારોહ પ્રસંગે હિરાભાઈ વઘાસિયા, અશોકભાઈ ગોળકિયા, શિવભદ્રસિંહ ગોહિલ, મનસુખભાઈ ગોળકિયા, ભરતભાઈ દુધરેજિયા સાથે મંડળી પરિવારે જહેમત ઉઠાવી હતી.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel