Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

ઉદૃધાટનની રાહ જોતું કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવીન બિલ્ડીંગ

ઉદૃધાટનની રાહ જોતું કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવીન બિલ્ડીંગ

કપડવંજ શહેરમાં 4.45 કરોડના ખર્ચે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવીન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ નગરપાલિકાના સદસ્યોની ખેંચતાણના કારણે આ બિલ્ડીંગનું ઉદ્દઘાટન ટળી રહ્યું હોવાનું શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પી.આઈ.યુ દ્વારા નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગનું કાર્ય જ્યોતિ ઇન્ફ્રાટેક કંપની દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જે સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગનું મોટાભાગનું કામ પરિપૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં પ્રવેશવા માટે મુખ્ય દ્વાર માત્ર 15 ફૂટ જેટલો જ છે જેને લઇ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તેમજ સગાં-વ્હાલા અને સરકારી એમ્બ્યુલન્સ જેવા વાહનોને અવર-જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી શકે તેમ છે. જેથી સામૂહિક આરોગ્ય કેન્દ્રના શહેરના મુખ્ય માર્ગ પર આવેલા 15 ફુટના દરવાજાને નીતિ નિયમ અનુસાર મુખ્ય દરવાજો પ્રવેશ અને નિકાસનો અલગ-અલગ હોવો જોઇએ. જે માટે નગરપાલીકાની માલિકીની ત્રણથી ચાર દુકાનો તોડવા માટે સદસ્યો વચ્ચે મતમતાંતર હતાં. જે ધારાસભ્ય રાજેશ ઝાલાની દરમિયાનગીરી બાદ દૂર થઈ ગયા છે.
નગરપાલીકાના સદસ્યોની ખેંચતાણના કારણે કપડવંજ તાલુકાની આશરે ચાર લાખ જેટલી પ્રજા સામૂહિક આરોગ્ય કેન્દ્રની સારવારથી વંચિત રહી છે. મુખ્ય દરવાજાની આજુબાજુમાં આવેલી નગરપાલિકાની દુકાનોને સત્વરે દૂર કરવામાં આવે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનો મુખ્ય પ્રવેશદ્વાર મોટો કરી ઝડપથી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવે તો પ્રજાજનોને આરોગ્યની સુવિધામાં સરળતા રહી શકે તેમ છે.

કપડવંજ શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવીન બિલ્ડીંગ તૈયાર થઈ ગયું છે. જેના મુખ્ય ગેટ માટે પ્રશ્ન હતો તે નગર પાલિકાના સદસ્યો સાથે બેઠક બાદ તાલુકાની પ્રજાની સુખાકારી માટે સ્પષ્ટ આદેશ આપી પ્રશ્નનો સુખદ અંત લાવવામાં આવ્યો છે.
– રાજેશ ઝાલા, ધારાસભ્ય, કપડવંજ

 

 

રિપોર્ટર-સુરેશ પારેખ(કપડવંજ )

 

 

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.