સમાજના વડીલ આગેવાનો, મિત્રો મંડળ તથા ગામના લોકો દ્વારા માલવને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વાલોડના રહેવાસી અને ફ્રીડમ વેલી સીબીએસઈ સ્કૂલ, ઉમરાખ-બારડોલી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા માલવ ઉપાંશુ શાહે તેમના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ વિષય માટે તેમને ડો. અલ્કેશ આર. વાછાણી (પી.કે.એમ. કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ B.Ed. કોલેજ, જુનાગઢ)નું માર્ગદર્શન મેળવ્યું હતું.
માલવ શાહ હાલમાં ફ્રીડમ વેલી સ્કૂલ, ઉમરાખ ખાતે નિષ્ઠાપૂર્વક શિક્ષક તરીકે સેવારત છે. તેઓ સ્કૂલમાં રમતગમત ક્ષેત્રે ખાસ કરીને ક્રિકેટ સહિત અન્ય રમતોમાં વિદ્યાર્થીઓના holistic વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
સામાજિક સેવામાં સતત અગ્રેસર રહી કાર્ય કરે છે, તેઓ વાલોડ સ્થિત “સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ”માં તેઓ છેલ્લા ૪ વર્ષથી કાર્યકર્તા તરીકે સેવા ભાવથી કામગીરી બજાવી રહ્યા છે.
માલવ શાહના આ સિદ્ધિ ઉપર શાળાના ટ્રસ્ટી સુરેશ પટેલ તથા હિરેન પટેલ, શાળાના આચાર્ય પંકજ શર્મા તેમજ સમગ્ર શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે હર્ષ વ્યક્ત કરીને તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.
ફ્રીડમ વેલી સ્કૂલ પરિવાર અને વાલોડ નગરજનોમાં આ નોંધપાત્ર સિદ્ધિ બદલ ગૌરવની લાગણી અને શુભ કામનાઓની લાગણીઓ વહેતી થઈ છે.