Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું

મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું

ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું છે. દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો.

લેખન પ્રવૃત્તિ સાથે પ્રવૃત્ત સંપાદક શ્રી દિનુ ચુડાસમા દ્વારા મોરારિબાપુની વ્યાસપીઠ આધારિત વાણી સંદર્ભે શબ્દો અને ભાવ સંદર્ભે સંપાદિત લલિત નિબંધ પ્રકાશન ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું છે.

ચિત્રકૂટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારોહ દરમિયાન આ પ્રકાશનનું લોકાર્પણ મોરારિબાપુનાં હસ્તે થયું અને આ પ્રસંગે તેઓએ પ્રતિભાવ રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે, સંપાદક દ્વારા શબ્દોનું મહત્વ યથાર્થ રહેલું છે. દિનુ ચુડાસમાને સાધક પ્રાધ્યાપક ગણાવી પ્રસન્નતા વ્યક્ત કરી.

સંપાદક દિનુ ચુડાસમાએ જણાવ્યા મુજબ આ પ્રકાશનમાં વ્યાસપીઠનાં દર્શન સૂત્રો સત્ય, પ્રેમ, કરૂણા સહિત અશ્રુ, પરમ, વિશ્રામ… વગેરે વિશે લલિત નિબંધો આલેખાયા છે. પ્રકાશનમાં વિદ્વાન ગુણવંત શાહે રાજીપાનો સંદેશ આપ્યો છે. પ્રસ્તાવના સુભાષ ભટ્ટ દ્વારા લખાઈ છે.

સંતવાણી સન્માન સમારોહ દરમિયાન આ લોકાર્પણ ઉપક્રમના સંચાલનમાં રહેલ હરિશ્ચંદ્ર જોષી દ્વારા પણ આ પ્રકાશન સંદર્ભે વાત કરવામાં આવી.

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

 

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.