ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કે ડિજિટલ પ્લેટફોર્મ ભોળી પ્રજાને લોન આપવાના બહાને ફસાવી ન શકે અને તેમની પાસેથી પૈસા બળજબરીથી વસૂલ ન કરી શકે તે માટે કેન્દ્ર સરકાર હવે એક કડક કાયદો લાવી રહી છે. આ પ્રસ્તાવિત કાયદાનું નામ “બેંકિંગ ઓફ અનરેગ્યુલેટેડ લેન્ડિંગ એક્ટિવિટીઝ” છે, જે ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી માટે રજૂ થવાનો છે. આ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિગત રીતે અથવા ઓનલાઇન માધ્યમથી લોન આપે છે, તો તેને RBI, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1955 અથવા રાજ્યના નાણાં ધિરાણ કાયદા હેઠળ અનિવાર્ય રીતે મંજૂરી લેવી પડશે. મંજૂરી વિના લોન આપનારાઓ સામે કડક દંડ અને કાયદાકીય કાર્યવાહી થશે. જેમાં બે થી સાત વર્ષની જેલ અને રૂ. 2 લાખથી લઈને 1 કરોડ સુધીનો દંડ લાગે તેવી જોગવાઈ છે. જોકે, જો લોન કોઈ વ્યક્તિએ પોતાના ઓળખીતા કે સંબંધિત વ્યક્તિ પાસેથી ખાનગી રીતે લીધી હોય તો તે આ કાયદાની વ્યાખ્યાથી બહાર રહેશે.
આ કાયદાની ખાસ વાત એ છે કે તેમાં લોન આપતી એજન્સીઓ અને એપ્લિકેશનો માટે એક સરકારી ડેટાબેઝ બનાવાશે, જ્યાં કોઈ પણ નાગરિક ચેક કરી શકશે કે તેમની સામે લોનની ઓફર કરનાર સંસ્થા માન્ય છે કે નહીં. સરકારે આ પગલું મુખ્યત્વે ચીન અને અન્ય વિદેશી સંસ્થાઓ દ્વારા ચલાવાતી એવી ડિજિટલ લોન એપ્સને અટકાવવા માટે ભર્યું છે, જે લોકોના મોબાઈલમાંથી અંગત માહિતી લઈને તેમને બ્લેકમેલ કરતી હતી. આવું થતા અનેક લોકોએ આત્મહત્યાઓ પણ કરી હતી. જોકે RBI અને નાણામંત્રાલયે એવા ઘણા એપ્લિકેશન પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો હતો, છતાં તેનો કાયદેસર કાયમી ઉકેલ હજી સુધી ન હતો આવ્યો.
ગત વર્ષે નાણા મંત્રાલયે આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરીને હિતધારકો પાસેથી પ્રતિસાદ માંગ્યો હતો. હવે તે કાયદો અંતિમ તબક્કામાં છે. કાયદો લાગુ થયા બાદ, એક વિશેષ તપાસ ટીમ નીમવામાં આવશે જે માન્યતા વિના લોન આપનારા લોકો કે કંપનીઓ સામે કાર્યવાહી કરશે. જો જરૂરી જણાશે તો આવા કેસોની સુનાવણી માટે ખાસ કોર્ટની રચના પણ કરવામાં આવશે. કાયદામાં એવી જાહેરાતો સામે પણ પગલાં લેવામાં આવશે જેમ કે – “ઓછી વ્યાજદરે તરત લોન મેળવો” અથવા “માત્ર પાંચ મિનિટમાં sanction”, જેનો ઉપયોગ નાગરિકોને ભ્રમિત કરવા માટે થાય છે.
આના દ્વારા સરકાર ફરી એકવાર એવા ગેરકાયદેસર નાણાં વ્યવહારો પર કાબૂ લાવવાનું આયોજન કરી રહી છે, જે પછળા વર્ગના નાગરિકોને મોટા નુકસાને પહોંચાડે છે. આ પહેલા પણ સરકાર અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમો (પોન્ઝી યોજના) સામે કાયદો લાવી ચુકી છે અને હવે અનરેગ્યુલેટેડ લોન વ્યવસાય સામે પણ કડક કાયદાકીય પગલું લેવાઈ રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel