ફિલ્મ ની જો વાત કરીએ તો “જલસો” એક કુટુંબકથા છે જેમાં જુદા જુદા ભાવનાત્મક સંઘર્ષો, પ્રેમભર્યા સંબંધો અને શ્રદ્ધાના ધોરણે આગળ વધતી વાર્તા છે. ફિલ્મનું નિર્માણ સાહબ રાજ નાહટા દ્વારા કરવામાં આવ્યું છે અને દિગ્દર્શન રાજીવ એસ. રુઇયાએ કરેલ છે . ફિલ્મના નિર્માતા અને ડાયરેકટર હિન્દી ભાષી છે તેમ છતાંય ગુજરાતી પરિવાર અને સંયુક્ત કુટુંબ માં રહેતા પરિવારના કોઈ એક સભ્ય ઉપર મુસીબત આવે તો તેનો સામનો કરવા આખું કુટુંબ ઊભુ રહી જાય તે બખૂબી બતાવામાં આવ્યું છે . આ પહેલા પણ નિર્માતા અને ડાયરેકટર દ્વારા બધી ઉમર માટે ના પ્રેક્ષકો માટે ફિલ્મો બનાવી ચૂક્યા છે.
ફિલ્મમાં પૂજા જોશી “આસ્થા” તરીકે એક વિદેશથી પરત ફરતી યુવતીના પાત્રમાં છે, જે લગ્ન પ્રસંગે ગુજરાત આવે છે. તેની સામે છે ભાવિન ભાનુશાલી “અરપન” જે એક શાંત અને પ્રેમાળ યુવક તરીકે જોવા મળશે. બંને વચ્ચેનો સંબંધ કઈ રીતે ઉંડાણ પામે છે અને એક અણધારેલો વળાંક કેમ બધું બદલાવી નાખે છે .
ફિલ્મ ની અન્ય કલાકારો અરુણા ઈરાની ,હિતેન તેજવાણી અને ગૌરી પ્રધાન , હેમંત પાંડે , કુરુશ હોમી દેબૂ કે જે મુન્નાભાઈ MBBSમાં ડો.રુસ્તમ ના રોલમાં ખૂબ નામના મેળવી હતી તેઓ પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે .
સાથે સાથે ધર્મેશ વ્યાસ, નક્ષરાજ, હેમાંગ દવે, સોનાલી લેલે દેસાઈ, છાયા વોરા, પદમેશ પંડિત, ઉત્સવ નાયક, હંસી પરમાર, ઈશિકા શિર્ષાટ, પ્રિતી ગોસ્વામી, જય પટેલ, નીરવ પટેલ વગેરે કલાકારો પણ ફિલ્મમાં અમૂલ્ય ભાગ ભજવ્યો છે .
આગામી ૧૩ જૂને રિલીઝ થતી ફિલ્મ જલસો માં ગુજરાતની સંસ્કૃતિ અને સ્થળોને સુંદર રીતે ચિતરવામાં આવ્યા છે
રિપોર્ટર-સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)
બાઈટ : પૂજા જોષી , એક્ટર
બાઈટ : ધર્મેશ વ્યાસ , એક્ટર