ભાવનગર સિવિલ હોસ્પિટલમાં અંદાજિત દર મહિને ૨૫૦૦૦ થી વધુ ની ઓપીડી રહેતી હોય છે અને તે ઓપીડીને સુચારુ રૂપ થી ચાલવવા માટે ડોકટર ની સાથે નર્સિંગ સ્ટાફ પણ તેટલી જ કામગીરી હોતી હોય છે . પરંતુ છેલ્લા કેટલા સમય થી ANS ના સોમાણી દંપતી અને દિપ્તીબેન દ્વારા નર્સિંગ સ્ટાફ ને ખૂબ હેરાનગતિ કરવામાં આવી રહી છે .
આસિસ્ટન્ટ નર્સિંગ સ્ટાફના ત્રણ અધિકારી નીતાબેન સોમાણી દર્શનભાઈ સોમાણી અને દિપ્તીબેન દ્વારા ભાવનગર સિવિલના દરેક વોર્ડમાં નર્સિંગ સ્ટાફને નિયમો વિરુદ્ધ ડયૂટી આપવામાં આવે છે અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે , હદ ત્યા સુધી હતી કે મહિલા નર્સિંગ સ્ટાફ તેવું કહેતા હતા ” આના કરતાં ગોળીઓ ખાઈ ને મરી જવું સારું” જેની રજૂઆત વારંવાર કરવા છતાંય આ ત્રણ અધિકારીઓ પર કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા .
વધુ હોબાળો થતાં રીજનલ ડેપ્યુટી ડાયરેકટર ડો.હરેશ વાળા અને ટીમ સ્ટાફના નિવેદનો લેવા આવ્યા હતા , લગભગ ૨૦૦ થી વધુ અરજીઓ ડો.વાળાને નર્સિંગ સ્ટાફ દ્વારા આપાવમાં હતી સાથે સાથે જે સ્ટાફ ને અંગત રીતે અધિકારીઓએ માનસિક ત્રાસ આપ્યો હતો તેમને પણ સાંભળવામાં આવ્યા હતા .
જ્યારે બીજી બાજુ સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાં HOD ડોક્ટર્સ ને બોલવામાં આવ્યા હતા અને તેમના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા .
એક બાજુ ગુજરાત સરકાર સ્ત્રી સશક્તિકરણ ની મોટી વાતો કરે છે તો બીજી બાજુ ૪૫૦ જેટલો નર્સિંગ સ્ટાફ ઉપર માનસિક ત્રાસ અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહ્યો જેની સરકાર કે ગાંધીનગરમાં કોઈ નોંધ નથી લેવાતી