ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત કપડવંજ શહેર અને તાલુકાના કાવઠ ગામે તિરંગાયાત્રા યોજાઈ હતી. ઉપસ્થિત સૌએ ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ ના નારાથી વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું.
કપડવંજ શહેરમાં તિરંગા યાત્રા નગરની ગાંધીજીની પ્રતિમા (આઝાદચોક) થી પ્રસ્થાન થઈ નગરપાલીકા, મીના બજાર, કુબેરજી ચોકડી, ટાઉનહોલ વિસ્તારથી પરત ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રામાં કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા,પ્રાંત અધિકારી એ.પી.ઝાલા, મામલતદાર સંગીતા મેનીયા, ટી.ડી.ઓ. બીપીનભાઈ પરમાર, જિલ્લા ભાજપ સંગઠનના રાજેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જે.કે.પરમાર, નગરપાલીકા પ્રમુખ વર્ષા પંચાલ, ટાઉન પી.આઈ. જનકસિંહ દેવડા, શહેર ભાજપ પ્રમુખ નયન પટેલ, ગણપત રાઠોડ, ધુળસિંહ સોલંકી, સુવર્ણ કૃપા જ્વેલર્સવાળા ભાજપ શહેર મંત્રી મયુર શર્મા, એપીએમસી પૂર્વ ચેરમેન નિલેશ પટેલ, પોલીસ સ્ટાફ, એન.સી.સી.તથા એન. એસ. એસ.કેડેટ્સ, શાળા તથા મહાશાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, પાલિકા સ્ટાફ,એમ. જી.વી.સી.એલ.સ્ટાફ, નગરપાલીકા સ્ટાફ, મધ્યાહન ભોજનના કર્મચારીઓ સહિત વિવિધ કચેરીના કર્મચારીઓ, મ્યુનિસિપલ સદસ્યો, ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો,નગરજનો વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel