જિલ્લાની નાયાબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના ચકલાસી ખાતે “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલ પામ” અંતર્ગત ખેડૂત તાલીમ-વ-શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ તાલુકાના ૭૦ જેટલા ખેડુતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમમાં ખેડુતોને ઓઇલ પામનું વાવેતર કરવાથી થતા વિવિધ લાભો તેમજ ઓઇલ પામ વાવેતરમાં બાગાયત ખાતા તરફથી મળતી સહાય અંગે તેમજ બાગાયતની વિવિધ યોજનાઓ વિશે માહિતી નાયબ બાગાયત નિયામક, નડિયાદ ડૉ. સ્મિતા પિલ્લાઈ દ્વારા આપવામાં આવી હતી.
આ તાલીમમાં બાગાયત આધિકારી આર.વી.પંચાલ, એમ. જે. ગોસ્વામી, પતંજલિ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ ભાનુભાઇ ચૌહાણ, વિસ્તરણ અધિકારી (ખેતી) તથા આત્માના અધિકારી તેમજ નડિયાદ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ હાજરી આપી હતી.