દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકાર ‘કારવાં કેમ્પિંગ યોજના’ હીરો-હીરોઇન વાપરે છે તેવી વેનિટી વૅન જેવી જ ‘કેરેવાન’ લઈને આવી રહી છે. આ વૅનમાં સૂવા-જમવા અને નહાવા સુધીની સુવિધા હોય છે. રાજ્ય સરકાર કેરેવાનનો પાયલોટ પ્રોજેક્ટ મૂકવા જઈ રહી છે. પાયલોટ પ્રોજેકટ સફળ થાય પછી અન્ય પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોએ પણ કેરેવાન મૂકવા માટે સરકાર વિચારણા કરશે તેમ પ્રવાસન વિભાગનાં સત્તાવાર સૂત્રોનું કહેવું છે.
પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળો સાથે ધાર્મિક સ્થળો પણ તેટલાં જ મહત્ત્વનાં
સત્તાવાર સૂત્રોના કહ્યા પ્રમાણે રાજ્યમાં એક પછી એક પ્રવાસન સ્થળો પર સરકાર માળખાકીય અને ભૌતિક સુવિધા ઊભી કરી રહી છે. આ પ્રવાસન સ્થળો સાથે એશિયાટીક લાયન ધરાવતું ગીરનું જંગલ, સાપુતારા, ડાંગ, શિવરાજપુર બિચ, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનાં પ્રવાસન સ્થળો વિકસી રહ્યામ છે. સામે પ્રવાસીઓની સંખ્યા વધારવનો પણ સરકાર માટે પડકાર છે. આ સ્થિતિમાં પ્રવાસીઓને વધુ ને વધુ સુવિધા કઈ રીતે પૂરી પાડી શકાય, તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળો સાથે ધાર્મિક સ્થળો પણ તેટલાં જ મહત્ત્વનાં છે.
આ લકઝરી એટલે વેનીટી વાન આવે છે તેવી હોય
દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને તેમની રીતે ફરવાની ઇચ્છા વધારે હોય છે. આથી રાજ્યનો પ્રવાસન વિભાગ એ દિશામાં આગળ વધી રહ્યો છે કે પ્રવાસીઓને કઈ રીતે આકર્ષી શકાય? આ હેતુના ભાગરૂપે પ્રવાસન વિભાગ કેરેવાન નામની ઓલ ઇન વન સુવિધા ધરાવતી લકઝરી બસ લાવી રહી છે. આ લકઝરી એટલે વેનીટી વાન આવે છે તેવી હોય છે. વેનીટી વાન સામાન્ય રીતે આપણા હીરો-હીરોઇન, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ પણ વાપરે છે. આ વેનીટી વાનમાં તમામ સુવિધા હોય છે. કેરેવાન માટે રાજ્ય સરકાર ગુજરાતના સરકાર 5 સ્થળો પર સ્ટેન્ડ બનાવશે. આ એક પાયલોટ પ્રોજેકટ હશે. પાંચ સ્થળો હજુ નક્કી થઇ રહ્યા છે,આમ છતા પ્રાથમિક રીતે જે નક્કી થઇ ગયા છે તેમાં શિવરાજપુર બિચ, સાપુતારા, દાંડી બિચ સહિતનાં સ્થળો પર મુકવામાં આવે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. આ સ્થળો પર કેરેવાન પાર્ક કરવા માટેનાં પાર્કિંગ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવશે.
કેરેવાન તમામ સુવિધા સાથે 4 વ્યક્તિ રહી શકશે
કેરેવાન એસી હશે. ઉપરાંત તેમાં સૂવાની વ્યવસ્થા હશે. જમવા માટેની વ્યવસ્થા હશે. ડાઇનિંગ માટેની વ્યવસ્થા હશે. તૈયાર થવા માટેની વ્યવસ્થા હશે. ઉપરાંત નહાવા માટે બાથરૂમ પણ હશે. કેર વાનની અંદર જ વ્યકિત સુઇ શકે તેવી વ્યવસ્થા હશે. કેર વાનની અંદર 4 વ્યકિત રહીં શકે તેવી તમામ સુવિધા આપવામાં આવશે.