Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 30°C

નડિયાદ આરટીઓ કમ્પાઉન્ડ અને વરીયાળી માર્કેટમાંથી જુગાર લખતા બે પકડાયા

નડિયાદ આરટીઓ કમ્પાઉન્ડ અને વરીયાળી માર્કેટમાંથી જુગાર લખતા બે પકડાયા

નડિયાદ ટાઉનના એએસઆઈ સુભાષચંદ્ર અને સ્ટાફ બુધવારે સાંજે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે શહેરના આરટીઓ કમ્પાઉન્ડમાં છાપો માર્યો હતો. ત્યારે કલ્પેશકુમાર બાબુભાઈ તળપદા ઉ.વ.૨૫ રહે. વિનોબા ગ્રામ સેવા મંડળ નડિયાદ નીચે બેસી વરલી મટકાના આંકડા લખી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રુ. ૨૫૦ અને આંકડા લખેલી ચીઠ્ઠીઓ કબજે લીધી હતી.

નડિયાદ શહેર પોલીસ બુધવાર બપોરે એક વાગે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતા તેમણે વરીયાળી માર્કેટ પાસે છાપો માર્યો હતો. ત્યારે શાહરુખ ઉર્ફે તીરી ફકીરમહમદ અબદાલ રહે. પાંચ હાટડી કેટલીક બિલ્ડીંગ નડિયાદ વરલી મટકાના આંકડા લખતા મળી આવ્યો હતો. પોલીસે તેમની પાસેથી રોકડા રુ. ૪૪૦ અને આંકડા લખેલી ચીકીઓ કબજે લીધી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.