નડિયાદમાં શુક્રવારે આગ લાગવાની બે ઘટના બની હતી, જેમાં જૂની તાલુકા પંચાયત સામે આવેલા પ્લેટિનમ પ્લાઝાના ભોંયતળિયામાં વિજ મીટરમાં આગ લાગી હતી. જેથી જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ટીમે સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લીધી હતી. જ્યારે બીજી ઘટના કિડની હોસ્પિટલની પાછળ સિવિલ રોડ પર અંજલી કોમ્પલેક્ષમાં બની હતી. જેમાં બંધ ઘરમાં રેફ્રીજરેટરનું કોમ્પ્રેસર ફાટતાં ધડાકાભેર આગ લાગી હતી. જેમાં ઘરવખરી બળી હતી.જો કે પરિવાર બહાર હોવાથી આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જોકે, સદ્દનસીબે આગની બંને ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી.
રાજકોટ અગ્નિકાંડ બાદ ઠેરઠેર ફાયર સેફ્ટીને લઇને તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે શુક્રવારે નડિયાદમાં આગની બે ઘટના બની હતી. જેમાં જૂની તાલુકા પંચાયત સામે આવેલા કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં અને સિવિલ રોડ ઉપર આવેલા એક મકાનમાં આગની ઘટના બની હતી.