મહેમદાવાદ અને ખેડા તાલુકાની મધ્યમાં આવેલા ખુમારવાડ ગામે અમદાવાદના વાસણા વિસ્તારમાંથી આવેલા ચાર યુવકો આ વહેડામાં સ્નાન કરવા માટે પડ્યા હતા. જે પૈકી બે યુવકોનાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયા હતા. જ્યારે બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આ બે ડૂબેલા યુવાનોના મૃતદેહને બહાર કાઢવા માટે સૌ પ્રજાજનો ભારે અવઠવ અનુભવતા હતા ત્યારે ખેડા હોમગાર્ડ યુનિટના બે સભ્યો મહેશભાઈ બી. ડાભી નંબર 14019 અને પ્રવીણકુમાર જે વાઘેલા સનદ નંબર 14010ના ઓએ આ વહેડામાના ઝાડી-ઝાંખરવાડાની સાથે ખૂબ વહેતા પાણીમાં દોરડા બાંધીને છલાંગો લગાવી બે મૃતદેહોને દોરડાથી બહાર કાઢ્યા હતા. હોમગાર્ડ જવાનોની આ જીવના જોખમ સમાન સાહસ અને મર્દાનગીભરી કામગીરીના પરિણામે સૌ ચોમેર ઉપસ્થિત પ્રજાજનોએ હોમગાર્ડદળના આ બે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ મૃત્યુ પામેલા અમદાવાદ વાસણા વિસ્તારના ચેતનભાઇ રમેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ 27 અને વિજયભાઈ વાઘેલા ઉંમર વર્ષ 37 ના મૃતદેહોને ખેડા પોલીસે ઇન્કવેસ્ટ ભરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને પોસ્ટમોર્ટમ બાદ તેઓના સ્વજનોને આ મૃતદેહોની સોંપણી કરવામાં આવી હતી. બે વ્યક્તિઓનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે. જ્યારે બે વ્યક્તિઓના કરુણ મૃત્યું થયાની ઘટનાએ ખુમારવાડ ગામમાં અને વાસણા ગામમાં ભારે શોકની લાગણી ફેલાવી દીધી હતી.