શહેરના પાનવાડી વિસ્તારમાં બે વર્ષ પેહલા સામે જોવાની નજીવી બાબતે થયેલી યુવાનની હત્યામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને આજીવન કેદની સજા અન્ય બે આરોપીઓને ત્રણ વર્ષની સજા અને અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ ભાવનગર ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ મુલીયા સાહેબે કર્યો હતો.
વિગતો મુજબ આરોપી નિકુંજ નટુભાઈ કાંબડ સાહેદ નિરવ વિજયભાઈ ચૌહાણને સામુ જોવા બાબતે લાફો મારી જતો રહેલ બાદમાં તમામ આરોપીઓ
મેલડી માના મંદિર, પારસ પાન સેન્ટર પાસે, સામા મળી આરોપી નિકુંજ તથા પાર્થના ઘરની ડેલી બહાર ઉભા રહેતા તે વખતે સાહેદ , રાહુલ , નરેશભાઈ ચૌહાણ આ તમામ આરોપી ઉભા હતા ત્યારે પુછેલ કે નિકુંજ કોણ છે ? નિરવને શું કામ લાફો મારેલ ? તેમ કહેતા આરોપી નિકુંજે કહ્યું કે હું” તારો બાપ નિકુંજ છું” ,
તેમની સાથે બોલાચાલી થતા તમામ આરોપીઓ ગુન્હાહીત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી બનાવી બેઝબોલનો ધોકો, ક્રિકેટનો સ્ટમ્પ, હોંકી, છરી, લોખંડનો પાઈપ, લાકડાનો ધોકો જેવા હથિયારો ધારણ કરી ફરી મરણજનાર સુરજ પાછળ સાહેદો મારવા દોડી ગયા હતા , જુની ચૌહાણ ફળી માં મેલડીમાં ની દેરી પાસે હુમલો કરી આરોપી નિકુંજે ફરી એક વાર બેઝબોલના ધોકા તથા છરીથી ઇજા કરી તથા આરોપી પાર્થે સુરજને છરીનો એક ઘા છાતીના ભાગે મારેલ , જે સારવાર દરમિયાન મૌત થયુ હતું જે કેસ મરમારીમાંથી હત્યા નો બની ગયો હતો .
ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ મુલીયા સાહેબની અદાલતમાં ચાલ્યો હતો જે દલીલોના અંતે મુખ્ય આરોપી પાર્થ નટુભાઈ કાંબડને આજીવન કેદની સજા અન્ય બે આરોપીઓને ત્રણ વર્ષની સજા અને અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપ્યો હતો