Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

ભાવનગર રેલ્વે મંડળના રાજુલા-પીપાવાવ સેકશનમાં ડ્રાઈવર ની સમય સુચકતના કારણે 5 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવાયા હતા

ભાવનગર રેલ્વે મંડળના રાજુલા-પીપાવાવ સેકશનમાં ડ્રાઈવર ની સમય સુચકતના કારણે 5 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવાયા હતા

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સિંહોના સરંક્ષણ માટે ખૂબ કામ કરી રહી છે ત્યારે ભાવનગર ડિવિઝન અંતર્ગત આવતા ટ્રેન ટ્રેકમાં ઘણા વિસ્તારો એવા છે જેમાં વન્ય જીવો ખાસ કરીને સિંહોની અવરજવર થતી હોય છે .

ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 60 સિંહોના જીવ બચાવાયામાં આવ્યા છે .
લોકો પાયલટ ભૂપેન્દ્ર મીણા ગુડ્સ ટ્રેન ને લઈને જઈ રહ્યા હતા ત્યારે રાજુલા-પીપાવાવ સેક્શન વચ્ચે વેહલી સવી 04.30 કલાકે, વન વિભાગના કર્મચારીઓએ ખતરાના સંકેત દર્શાવ્યા બાદ ઇમરજન્સી બ્રેક લગાવીને તેને અટકાવી હતી. જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે લોકો પાયલોટે જોયું કે એક પછી એક 5 સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે. ટ્રેન મેનેજરને આ અંગે લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર તરફથી સિગ્નલ મળતાં કે ટ્રેક સાફ થઈ ગયો છે ત્યાર બાદ ગુડ્સ ટ્રેનના લોકો પાઈલટ દ્વારા ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.લોકો પાયલોટ ની ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા લોકો પાયલોટની પ્રશંસા કરવામાં આવી હતી.

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.