7માં ઓપન નેશનલ યુથ ગેમ – 2024 અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. તારીખ 22 ડિસેમ્બરના રોજ રીલે દોડમાં સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ઉમરેઠના ચાર ખેલાડીઓની ટીમે ભાગ લીધો હતો. ઉમરેઠના મિત ચૌધરીએ આ ટીમમાં ભાગ લઇ દોડમાં પ્રથમ ક્રમ મેળવી નેશનલ ગોલ્ડ મેડલ મેળવી દેશ અને દુનિયામાં ઉમરેઠ તથા આણંદ જિલ્લાનું ગૌરવ વધારી દીધું છે. દીકરાએ ગોલ્ડ મેડલ જીત્યાના સમાચાર જાણીને તેમની માતા સીમાબેન અને પિતા નારાયણભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. ગોલ્ડ મેડલ મેળવવા બદલ મિત ચૌધરીને શુભકામનાઓ.