Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના ઉત્તરસંડા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયો

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના ઉત્તરસંડા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયો

“સ્વચ્છતા નો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ” અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના ઉત્તરસંડા ખાતે ITI થી જનરલ હોસ્પીટલ થઈ મેઈન ગેટ સુધી બંને તરફ રોડ પર, મેઈન ગેટ થી બસ સ્ટેન્ડ થઈને પારસ જનરલ સ્ટોર, કન્યા શાળા, મહાનગરપાલિકા ઓફિસ તેમજ ટાવરથી લઈને બેંક ઓફ બરોડા તેમજ સરદાર સાહેબની પ્રતિમા તેમજ મેન ગેટ વિસ્તારમાં જેસીબી ટ્રેકટર અને મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા સફાઇ કરવામાં આવી હતી.

આ સાથે વિસ્તારના રહીશોને સ્વચ્છતા જાળવવા અને જાહેરમાં ગંદકી ના કરવા માટે અપીલ કરી હતી. ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મયંકભાઈ દેસાઈ, પૂર્વ સરપંચ ઈશીતભાઈ, ગામના અગ્રણીઓ, વડીલો, મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.