સ્વસ્થ જીવનનો આધાર સુપોષણ છે. આપણા કર્ણાવતી મહાનગરમાં વિવિધ જાગરણના કાર્યક્રમો પૈકી સુપોષિત ભારત માનવ સાંકળનો કાર્યક્રમ દિનાંક 28/09/2024 શનિવારે કાંકરિયા તળાવ વિસ્તારમાં ગેટ નંબર 1 પર સવારે ૭.૩૦ કલાકે સેવાભારતી – ગુજરાત દ્વારા સંપન્ન થયો. આ કાર્યક્રમ આપણા દેશ અને દુનિયામાં ફેલાઇ રહેલી કુપોષણની ભયાનક સ્થિતિના નિવારણ માટે જનજાગરણ રવરૂપે સંપન્ન થયો. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યશ્રી અમૂલભાઈ ભટ્ટ, એ.એમ.સી.ના દંડક શ્રી શીતલબેન ડાગા અને શ.સ્વ.સંઘ, પૂર્વ કર્ણાવતી વિભાગના મા. સંઘચાલક શ્રી ભરતભાઈ શાહ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
આ અવસરે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને પોતાના ઉદબોધનમાં કહ્યું કે સમાજનું કુપોષણ દૂર કરવા માટે માત્ર સરકાર નહી પણ સમાજની સંપૂર્ણ સજ્જન શક્તિ કામમાં લાગે તે આવશ્યક છે. માત્ર જાગરણ આ માટે પર્યાપ્ત નથી પરંતુ જે કુપોષિત છે તેમને ચિહ્નિત કરી તેમને પૂરક પોષક આહાર આપવો, તેમને વ્યાયામ અને યોગ જેવા આપણા પારંપરિક પ્રયોગોનું પ્રચલન કરવું. ઘર આંગણે સુપોષણ વાટિકા બનાવવી અને આયુર્વેદ આધારિત જીવન શૈલીનું નિત્ય પ્રશિક્ષણ થાય તેવી વ્યવસ્થા સમાજના લોકો અને પ્રશાસન મળી વિચારે અને ક્રિયાન્વયન કરે
આ અવસરે પોષણના પાંચ સૂત્રો- (૧) જીવનના પહેલા સોનેરી ૧૦૦૦ દિવસ (૨) પૌષ્ટીક આહાર (૩) એનીમીયાથી બચાવ (૪) ઝાડાથી બચાવ (૫) સ્વચ્છતા જેવા વિષયોનું સંક્ષિપ્તમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. સુપોષણના જાગરણ માટે વિવિધ ફલેક્ષ અને સૂત્રોના બેનર હાથમાં લઇ તેમજ સુપોષિત ભારત સમર્થ ભારત લખાણ વાળી ટોપી પહેરી હાથથી હાથ પકડી માનવ સાંકળ બનાવવાના કારણે વાતાવરણમાં ઉત્સાહ અને ઉત્તેજના વ્યાપી ગયી. આ માનવ સાંકળમાં મોટી સંખ્યામાં ભાઇઓ, બહેનો અને કાંકરીયા વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ જોડાઈ ભારતમાતાની જય અને સુપોષણના સૂત્રોના ગગનભેદી નારા લગાવી સંકલ્પબદ્ધ થયા.
ભારત માં કી સંતાને હમ પ્રિય માતા કો એક સમાન સ્વસ્થ સુપોષિત તન સે મન સે કરે જનની કા ગૌરવ ગાન