પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓ અંતર્ગત કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ તેમના મેઘાલય અને આસામના ત્રણ દિવસીય પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ગુવાહાટી એરપોર્ટ પર ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI), આસામ અને નોર્થ ઈસ્ટર્ન રિજનના અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુવાહાટીના પ્રખ્યાત કામાખ્યા મંદિરની મુલાકાત લીધી અને માતાની પ્રાર્થના કરી. આ દરમિયાન તેમની સાથે FCIના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.
આ પછી રી-ભોઇ જિલ્લાની કલેક્ટર કચેરીમાં વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસના કામોની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાહેર હિતને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ પાસેથી ફીડબેક લેવામાં આવ્યા હતા અને યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
મેઘાલયના ઉમલિંગ બ્લોકમાં સ્થિત પાઈનેપલ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લઈને ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી હતી, જ્યાં એગ્રો-પ્રોસેસિંગ અને ખેડૂતોની આવક વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “વૉકલ ફોર લોકલ” મિશનને મજબૂત કરવા, તેમણે ડુલોંગમાર ખાતે લે-બાય માર્કેટની મુલાકાત લીધી અને સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરી. ઉમલિંગ બ્લોકના એરપાકન વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામદારો સાથે વાતચીત કરીને તેમની જરૂરિયાતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જલ જીવન મિશન યોજના હેઠળ ક્વિનીન વિસ્તારમાં શુધ્ધ પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ચાલી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને તેમના અનુભવો સાંભળવામાં આવ્યા હતા.
ઉત્તર-પૂર્વ પ્રદેશમાં સરકારી યોજનાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને સ્થાનિક નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટે નક્કર પગલાં લેવાના ઉદ્દેશ્ય સાથે આ મુલાકાત હાથ ધરવામાં આવી હતી.