Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

કેન્દ્રીય રાજ્ય કક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કઠલાલ ખાતે રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આઇસીડીએસ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું

કેન્દ્રીય રાજ્ય કક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કઠલાલ ખાતે  રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આઇસીડીએસ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત ૨૦૨૪ ના સંકલ્પને સાકાર કરવા ભારતની આવતીકાલ સમાન નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને શિક્ષણ પૂરું પાડવા આઇસીડીએસ વિભાગ કટિબદ્ધ છે ત્યારે કઠલાલ ઘટકની આ નવનિર્મિત કચેરી આ વિસ્તારના બાળકો અને માતાઓને મળતી સુપોષણ અને શિક્ષણની વ્યવસ્થાઓ વધુ સારી રીતે પૂરી પડી શકશે, તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા સંમેલનની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા વિશેના કાયદાની માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં સીડીપીઓ અલકાબેન રાઠોડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે કઠલાલ ધારાસભ્ય, પ્રાંત અધિકારી, પ્રોગ્રામ ઓફિસર, ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ ધારાસભ્યની ઉસ્થિતિ રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.