Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

કપડવંજ જીવનશિલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓનું “ખેલ મહાકુંભ” માં અભૂતપૂર્વ પરફોર્મન્સ

કપડવંજ જીવનશિલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓનું “ખેલ મહાકુંભ” માં અભૂતપૂર્વ પરફોર્મન્સ

કપડવંજની જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જીવનશિલ્પ પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભ- ૨૦૨૪ માં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપ્યું હતું.

શાળાના ૨૧૦ વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભની વિવિધ ગેમ્સમાં ભાગ લીધેલ હતો. જેમાંથી ૭૩ બાળકો એથલેટિક્સ અને ટીમ ઇવેન્ટમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ વિજેતા થયા હતાં અને કુલ ૬૫૦૦૦ જેટલી રકમ ઇનામ સ્વરૂપે મેળવી હતી.વિદ્યાર્થીઓના અદભુત પરફોર્મન્સ માટે શાળાના ડિરેક્ટર સિદ્ધાર્થ પટેલે તેઓને બિરદાવ્યા હતાં અને ભવિષ્યમાં સ્પોર્ટ્સમાં વધુને વધુ આગળ વધે તેના માટે પ્રોત્સાહિત કર્યા હતાં. સંસ્થાના ટ્રસ્ટીગણે પણ બાળકોની આ વિશેષ સિદ્ધિ માટે શાળાના પી. ટી.શિક્ષક તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

 

રીપોટૅર – સુરેશ પારેખ (કપડવંજ)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.