સંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો યથાવત્ રહ્યો હતો. લોકસભામાં છેવટે ભારે હોબાળાની સ્થિતિ વચ્ચે કાર્યવાહીને 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે રાજ્યસભામાં પણ હજુ કાર્યવાહી ચાલુ છે પણ હોબાળો તો ત્યાં પણ ભારે જોવા મળી રહ્યો છે.
#LokSabha adjourned till 2PM #MonsoonSession2023 pic.twitter.com/ipbmU4Ah8O
— All India Radio News (@airnewsalerts) July 25, 2023
સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું મોટું નિવેદન
સંસદીય દળોની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવતા વિપક્ષને દિશાહિન થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. તેમણે INDIA સામે પણ નિશાન તાક્યું હતું. તેની તુલના ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરી દીધી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે આવો દિશાહિન વિપક્ષ ક્યારેય નથી જોયો. તેમણે વિરોધ પર નહીં પરંતુ કામ પર ધ્યાન આપવાની જરૂર છે.
વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે
પીએમ મોદી ભાજપના સંસદીય દળોની બેઠકમાં આ ટિપ્પણી કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ વિખેરાયેલું અને હતાશ લાગી રહ્યું છે. આ દરમિયાન વિપક્ષે મણિપુર મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પીએમ મોદીએ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવાનું લક્ષ્ય રાખ્યું હતું. તેમણે કહ્યું કે અમારી ત્રીજી ટર્મમાં ભારત ત્રીજી મોટી ઈકોનોમી બનશે. તેમણે કહ્યું કે ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોના નામમાં પણ આવે છે. તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે પણ વિપક્ષના મહાગઠબંધનના નામની તુલના કરી નાખી હતી.
ભાજપના સાંસદોને પીએમ મોદીએ આપી સલાહ
ભાજપના સંસદીય દળોની બેઠક સમાપ્ત થઈ ચૂકી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે વિપક્ષનું કામ જ છે દેખાવો કરવાનું. તેમને એ કરવા દો અને તમે તમારું કામ કરો. આપણે દેશને 2047 સુધી વિકસિત બનાવવાનો છે. ત્રીજી ટર્મમાં ભારતને ત્રીજું મોટું અર્થતંત્ર બનાવવાનું છે. તેમણે કહ્યું કે લાગે છે કે વિપક્ષ ફરી સત્તામાં આવવા માગતો જ નથી.