Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

ચોરી કરેલ બાઇક સાથે બે ઇસમોની અટકાયત કરતી વડતાલ પોલીસ

ચોરી કરેલ બાઇક સાથે બે ઇસમોની અટકાયત કરતી વડતાલ પોલીસ

વડતાલ પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે બે ઇસમો ચોરીના બાઇક સાથે આણદં તરફથી વડતાલ ગોમતી તળાવ તરફ આવનાર છે જેથી પોલીસ વોચ ગોઠવી હતી.

દરમિયાન સામેથી બાઈક પર બે લોકો આવતા તેમને રોકી નામઠામ પુછતા પોતાના નામ આકાશ કનભુભાઇ મોહનભાઇ પરમાર તથા (૨) કમલેશભાઇ અશોકભાઈ મગંળભાઈ પરમાર બંને રહે મોટી ભાગોળ મોગરી આણંદ. ઇસમો પાસેથી બે નબંર પ્લટે વગરના બાઇક મળી આવેલ બાઇક બાબતે પુછપરછ કરતા જણાવેલ કે એક બાઇક તા. ૯ માર્ચ ૨૦૨૪ ના રોજ કાવીઠા આણદં ખાતેથી તથા બીજુ બાઇક દોઢેક માસ પહેલાં વિદ્યાનગર જનતા ચોકડીએથી ચોરી કરી હોવાની જણાવેલ ચોરીના બે બાઇક જેની કિંમત રૂ. ૮૦ હજારના મુદ્દામાલ માલ સાથે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.